GUJARAT

મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી પસાર થતા નેશનલ હાઈવે નં.૪૭ પર યુધ્ધના ધોરણે રોડ સમારકામ હાથ ધરાયું

મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી પસાર થતા નેશનલ હાઈવે નં.૪૭ પર યુધ્ધના ધોરણે રોડ સમારકામ હાથ ધરાયું
*****

અમીન કોઠારી મહીસાગર

 

ચોમાસા ઋુતુ દરમિયાન મહીસાગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે નેશનલ હાઇવે પરના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. નેશનલ હાઇવે નં.૪૭ પર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ની ટીમો દ્વારા દિવસ-રાત મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

છેલ્લા કેટલાક સમયથી આ નેશનલ હાઈવે પર અમુક વિસ્તારોમાં માર્ગ બિસ્માર બન્યો હોવાની ફરિયાદો મળતી હતી. જેને પગલે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને અકસ્માતનો ભય પણ રહેતો હતો જેને લઈ જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગર દ્વારા બાલાસિનોર નેશનલ હાઈવેની મુલાકાત લઈ નિરીક્ષણ કરી તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવા સૂચનો કરવામાં આવ્યા હતા.

 

ત્યારબાદ આ સમારકામ અંતર્ગત, માર્ગ પરના ખાડાઓ પૂરવા, સપાટીને સમતળ કરવી, અને જરૂર જણાય ત્યાં ડામરકામ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે પૂરતા સંસાધનો અને માનવબળ તૈનાત કરવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!