JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURALMANAVADAR

મતદાન આપી આ મહાઉત્સવમાં સહભાગી થવાની અપીલ કરતું જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્ર

લોકસભા ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને સમગ્ર જૂનાગઢ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાની ચુસ્તપણે અમલવારી શરૂ

જૂનાગઢ તા. ૧૯, ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ. સમગ્ર વિશ્વમાં સૌથી વધારે મહત્વની બાબત જો કોઇ ગણાતી હોય તો એ છે ચૂંટણી. સમગ્ર વિશ્વમાં ઉત્સવોના દેશ તરીકે ઓળખાતા ભારત દેશમાં ચૂંટણી પ્રક્રિયાને પણ ઉત્સવ રૂપે જ ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં મતદાન કરી સહભાગી થવું એ પણ એક લ્હાવો છે. એમાંય પહેલી વખત મતદાન કરનાર માટે આ અવસર જીવનભરનું યાદગાર સંભારણું બની રહે છે. જૂનાગઢ જિલ્લાનાં ૮૫-માણાવદર વિઘાનસભા મતદાર વિભાગમાં સામાવિષ્ટ માણાવદર તાલુકામાં વોકેથોન / જાહેર રેલીનું આયોજન કરવામાં આવેલ હતુ જે અન્વયે SVEEP નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાઘિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાઘિકારીશ્રી દ્વારા વિદ્યાર્થીઓની વોકેથોન / જાહેર રેલી મામલતદાર કચેરી માણાવદર ખાતેથી પ્રસ્થાન થઇ હતી. જે રેલી પોલીસ સ્ટેશન તથા બહારપરા વિસ્તાર તથા સીનેમા ચોક થઇ માણાવદરનાં રાજમાર્ગો પર પસાર થઇને  મામલતદાર કચેરી ખાતે પરત આવેલ હતી. મતદાન જાગૃતિ માટે સ્વીપ એક્ટિવીટી અન્વયે માણાવદરમાં નાગરિકોને લોકશાહીના પર્વમાં મતદાન કરીને ઉત્સાહપૂર્વક જોડાવાની અપીલ કરતા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા  જણાવાયુ હતુ કે, મતદાનનો અધિકાર પવિત્ર અધિકાર છે ત્યારે લોકશાહીને મજબૂત કરવા દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ. તેમજ મતદાન જાગૃતિ માટે સ્વિપ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી જૂનાગઢના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજથઇ રહ્યા છે.  લોકસભા સામાન્ય ચૂંટણી  અને માણાવદર વિધાનસભાની પેટા ચુંટણી દરમ્યાન તમામ યુવા મતદાર મતદાન કરે, મહિલાઓને મતદાન માટે જાગૃતિ આપે અને દેશ માટે સહ પરિવાર મતદાન કરે તે માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો.આ સાથે શાળાના બાળકોને આજના ડિજિટલ માધ્યમના ઉપયોગ દ્વારા ચૂંટણીકાર્ડ, મતદાર બુથ કેવી રીતે જાણી શકાય તે માટે માહિતીગાર કરવામાં આવ્યા હતા. માણાવદર વિધાનસભા ક્ષેત્રમાં આગામી યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદારો સૈા અવશ્ય મતદાન કરે અને દસ મિનિટ દેશ માટે આપે તે અંગે સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી.તમામ બાળકોએ હું મતદાન કરીશ અને મારા પરિવારને મતદાન કરાવીશ તે અંગે જાગૃતિ વોકેથોનમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ દર્શાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!