GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ટ્રેક્ટરકાંડમાં સંડોવાયેલા વધુ એક આરોપી ની અટકાયત કરતી કાલોલ પોલીસ.સોમવાર સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા.

 

તારીખ ૦૭/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ હાલોલ અને ઘોઘંબાના જુદા જુદા ગામોથી જુદા જુદા ખેડૂતોને વિશ્વાસમાં લઈ ભાડા કરાર કરી માસિક ભાડે ટ્રેકટર લઈ ભરૂચ જીલ્લા ના ગામો મા અલગ અલગ ખેડૂતોને ઊંચી રકમ એ આ ટ્રેક્ટર ગીરવે મૂકી દેતા રાહુલભાઈ નર્વતસિહ સોલંકી ને પકડી પૂછપરછ કરતા પોલીસ તપાસ મા જુદા જુદા વિસ્તાર ના લોકો પાસે માસીક ભાડાથી ટ્રેકટર ભાડે રાખી એક બે મહિના ભાડુ ચુકવી આવા ટ્રેકટર બારોબાર બીજાને ગીરવે આપી દેવાનુ મોટુ ષડયંત્ર બહાર આવ્યુ હતુ કાલોલ પોલિસે ભાડે રાખી ગીરવે મુકેલ નંબર પ્લેટ વગરના ૧૭ ટ્રેકટરો કબજે કર્યા છે અને એક ઈકો કાર પણ મળી આવેલ આ કેસમા કાલોલ ના સીનીયર પીએસઆઈ સી બી બરંડા એ વધુ તપાસ કરતા ભરૂચ જીલ્લા ના જંબુસર ના ભળકોદ્રા ના કોલીવાડ મા રહેતા શબ્બીર ઊર્ફે બોખી ઈસ્માઈલ ને ટ્રેકટર આપ્યા હોવાનુ બહાર આવતા તેની પણ અટકાયત કરી છે. બન્ને આરોપીઓને કોર્ટે સમક્ષ રિમાન્ડ માટે રજૂ કરી પોલીસે ૧૦ દિવસના રિમાન્ડ માંગેલ કાલોલ કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ મંજુર કરેલ રિમાન્ડ દરમ્યાન વધુ ટ્રેકટર ની માહીતી બહાર આવે તેવી શકયતા છે.

Back to top button
error: Content is protected !!