GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસે રતનપુરા પાસે કરાડ નદીના ધસ નજીકથી ૮ જુગારીઓ 21 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.

તારીખ ૨૪/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઇટ પેટ્રોલીંગ દરમિયાન રતનપુરા ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા ૮ ઈસમોને રોકડ રકમ તથા મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૨૧,૫૬૦ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કાલોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન પીઆઈ આર ડી ભરવાડ ને બાતમીદાર મારફતે ચોક્કસ બાતમી મળી હતી કે રતનપુરા ગામે કરાડ નદીના ધસ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો સ્ટ્રીટ લાઈટના અજવાળે પત્તા-પાના વડે નાણાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર પંચોને સાથે રાખી છાપો માર્યો હતો. પોલીસને જોઈને જુગાર રમતા ઈસમોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ઘેરાબંધી કરીને તમામ ૮ ઈસમોને ઝડપી લીધા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં 1. સુરેશકુમાર ઉદેસિંહ રાઠોડ (રહે. મધવાસ, તા. કાલોલ)2. દિનેશકુમાર કનકસિંહ પરમાર (રહે. બરોલા, તા. કાલોલ)3. પ્રકાશકુમાર ગોપાલભાઈ પરમાર (રહે. બરોલા, તા. કાલોલ)4. અરુણકુમાર સુરેશભાઈ રાવળ (રહે. બાકરોલ, તા. કાલોલ)5. બહાદુરસિંહ નરવતસિંહ જાદવ (રહે. બરોલા, તા. કાલોલ)6. ઇન્દ્રજીતસિંહ ઉર્ફે અવિનાશ અરવિંદસિંહ સોલંકી (રહે. બરોલા, તા. કાલોલ)7. ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો મંગળસિંહ ગોહિલ (રહે. બાકરોલ, તા. કાલોલ)8. જશવંતસિંહ ઉર્ફે જગુ છગનસિંહ રાઠોડ (રહે. મઘાસર, તા. હાલોલ)દાવ પરથી મળી આવેલ રોકડ: રૂ. ૮,૫૪૦/-આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડ: રૂ. ૭,૫૨૦/-મોબાઈલ ફોન (નંગ-૨): કિંમત રૂ. ૫,૫૦૦/-ગંજી પત્તા (૫૨ પાના) કુલ મુદ્દામાલ: રૂ. ૨૧,૫૬૦/-પોલીસે તમામ આરોપીઓ સામે જુગાર ધારાની કલમ-૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!