કાલોલ પોલીસે કતલના ઈરાદે મુંગા પશુઓને લઈ જતા બોલેરો પિકપ ને ઝડપી પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો
તારીખ ૧૬/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઈ આર ડી ભરવાડ અને પીએસઆઈ એલ એ પરમાર સ્ટાફ સાથે સરકારી વાહનમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે પીઆઈ ને માહિતી મળેલ કે સફેદ રંગની બોલેરો પીક અપ ગાડી નં જીજે ૦૪ એએન ૯૦૫૦ મા પશુઓને ક્રુરતા પૂર્વક બાંધી કતલ કરવાના ઈરાદે મલાવ થી કાલોલ તરફ લઈ જનાર છે જે આધારે દોલતપુરા પાસે વોચ ગોઠવતા બાતમી મુજબની બોલેરો આવતા ઊભા રહેવા ઇશારો કરતા બોલેરો ચાલક પુરઝડપે કાલોલ તરફ પોતાનુ વાહન ભગાડી ગયો જેથી પોલીસે પીછો કરતા ગોળીબાર ગામ નજીક રોડ ની સાઈડમાં પોતાનું વાહન મુકી ને બોલેરો નો ચાલક અને અન્ય એક ઈસમ ઝાડી ઝાંખરાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા પોલીસે બોલેરો પીક અપ ગાડી પોલીસ સ્ટેશનમાં લાવી તપાસ કરતા તેમાં અંત્યંત ક્રુરતા પૂર્વક પાણી કે ઘાસચારા ની વ્યવસ્થા વગર કોઈ પણ પ્રકારની પરવાનગી વગર ખીચોખીચ ટૂંકા દોરડાથી બાંધેલા પાડા નંગ ૧૨ મળી આવ્યા જેની કિંમત રૂ ૧,૨૦,૦૦૦/ તથા બોલેરો રૂ ૪,૦૦,૦૦૦/ કુલ મળીને રૂ ૫,૨૦,૦૦૦/ નો મુદામાલ કબજે કરી બન્ને ઈસમો સામે પ્રાણીકુર્તા અધિનિયમ 1960 તથા ગુજરાત પ્રથમ સંરક્ષણ અધિનિયમ 2017 તથા બીએનએસ કલમ અને જીપી એક્ટ હેઠળ કાલોલ પોલીસ મથકે ગુનો દાખલ કર્યો.