GUJARATKUTCHMANDAVI

નાના આસંબિયા ગામના વાડી વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડતી કોડાય પોલીસ.

ભારતીય બનાવટી ઇંગ્લીશ દારૂનો જથ્થો કુલ કિંમત રૂપિયા-38,08,400/-નુ મુદ્દામાલ ઝડપી પાડતી કોડાય પોલીસ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા – 07 એપ્રિલ : કોડાય પોલીસ સ્ટેશનનાઓ પ્રોહિબીશન ડ્રાઇવ અનુસંધાને સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સંયુકત રીતે બાતમી હકિકત મળેલ કે, સહદેવસિંહ જાડેજા – બિદડા તા.માંડવી હાલ રહે.વર્ષામેડી તા.અંજારવાળો બહારથી ટ્રક-ટેન્કરમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ છે અને હાલ આ ટેન્કર ટ્રક માંડવી-ભુજ હાઇવે પર આવેલ ભુપતસિંહ વનરાજસિંહ જાડેજા રહે.નાના આસંબિયા તા.માંડવી વાળાના કબ્જા ભોગવટાની વાડીમાં છુપાવી રાખી ટ્રકમાં ભરેલ ઇંગ્લીશ દારૂને કટીંગ કરવાની પેરવી છે તેવી સચોટ બાતમી આધારે વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેઇડ દરમિયાન ઝડપી પાડેલ મુદ્દામાલ,(૧) ALL SEASONS WHISKY બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૨૦૮૮,

(2) ONE MORE VODKA બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૧૧૪૦,

(3) ALL SEASONS WHISKY બ્રાન્ડના ૩૭૫ એમ.એલ.ના ક્વાટરીયા નંગ-૧૦૦૮,

(૪) ALL SEASONS WHISKY બ્રાન્ડના ૧૮૦ એમ.એલ.ના ક્વાટરીયા નંગ-૧૯૨૦,

(૫) ROYAL STAGE BERREL WHISKY બ્રાન્ડના ૧૮૦ એમ.એલ.ના ક્વાટરીયા નંગ-૨૮૩૨,

(6) ટેન્કર ટ્રક રજી નં,.GJ-12-ZZ-1971,એમ કુલ કિ.રૂ.૩૮,૦૮,૪૦૦/- પ્રોહિબીશન મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી કરેલ છે.

પકડવાના બાકી આરોપીઓ એવા – (૧) સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજા,.બિદડા,હાલ રહે.વર્ષામેડી તા.અંજાર,

(૨) ભુપતસિંહ વનરાજસિંહ જાડેજા રહે.નાના આસંબિયા તા.માંડવી કચ્છ,

(૩) ટેન્કર ટ્રક રજી.નં.GJ-12-ZZ-1971 નો ચાલક .આ ત્રણેય આરોપીને ઝડપી પાડવા કોડાય પોલીસ તપાસ હાથ ધરી હતી.

ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર એચ.એમ.વાઘેલા તથા એ.એસ.આઇ. ધીરજભાઈ પી. ભાનુશાલી તથા પો. હેડ કોન્સ. મુળરાજભાઇ કે. ગઢવી, પૃથ્વીરાજસિંહ એસ. વાઘેલા તથા વિપુલભાઇ એ. પરમાર તથા હરીભાઇ એમ.ગઢવી, વિપુલભાઇ ડી. ચૌધરી, મોહનભાઈ બી. લોઢા તથા પો.કોન્સ. કિશોરસિંહ કે. જાડેજા જોડાયા હતાં.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!