GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
વેજલપુરના કુલસુમબીબી કઠિયાને મોટી જવાબદારી: કાલોલ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે નિયુક્ત.

તારીખ ૦૨/૦૯/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા પંચાયત માં કોંગ્રેસ તરફથી ૨૩ વેજલપુર બેઠક પરથી ચૂંટાઈ આવેલા કુલસુમબીબી સલીમભાઈ કઠીયા ની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અમીતભાઇ ચાવડા દ્વારા કાલોલ તાલુકા પંચાયત ના કોંગ્રેસ પક્ષ ના નેતા તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે. કુલસુમબીબી ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ, કાલોલ તાલુકા કોંગ્રેસ,વેજલપુર કોંગ્રેસ પરિવાર અને મતદારો તરફ઼ થી ખુબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેરછાઓ પાઠવી કાલોલ સરદાર ભવન ખાતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અજિતસિંહ ભાટી, ભૂપેન્દ્રસિંહ ખેર , પ્રદીપસિંહ પરમાર, ગજેન્દ્ર સિંહ, નસીબદાર રાઠોડ, નરવતસિંહ પરમાર ની હાજરીમાં શુભેચ્છાઓ પાઠવી કાલોલ તાલુકા પંચાયત ના વિવિધ પ્રશ્ને મજબૂતાઈ થી, જાગૃત રહી સહયોગ આપવા નિષ્ઠા થી કાર્ય કરે તેવી શુભકામના પાઠવી છે.






