BHUJKUTCH

PwD મતદારોની સુવિધાઓ અંગે ઓબ્ઝર્વરશ્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

ભુજ, બુધવાર:
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ના સંદર્ભે Monitoring and Assessment of the facilities for Pwd માટે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ગુજરાત રાજ્ય દ્વારા નિયુક્ત પી.ડબલ્યુ.ડી ઓબ્ઝર્વરશ્રી આર.બી.બારડ, ચેરમેન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ બે દિવસ કચ્છ જિલ્લાની મુલાકાતે છે. તેઓએ PwD મતદારોની સુવિધાઓની સમીક્ષા અંગે માહિતી મેળવીને લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સુચારૂ આયોજન કરવા સૂચન કર્યું હતું.
પી.ડબલ્યુ.ડી ઓબ્ઝર્વરશ્રી આર.બી.બારડના અધ્યક્ષસ્થાને તા.૨૭/૩/૨૦૨૪ના રોજ કલેકટર કચેરી ખાતે મિટીંગ યોજાઈ હતી. જેમાં પી.ડબલ્યુડીને લગતી સવલતો, હોમ વોટીંગ વગેરે બાબતની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી અમિત અરોરા દ્વારા આયોજન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યા, અધિક કલેક્ટરશ્રી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈ, પી.ડબલ્યુ.ડી નોડલ ઓફિસર, સ્વીપ નોડલ ઓફિસર સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!