KUTCHMANDAVI

કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા આવતીકાલે મહા મતદાન યોજાશે.

ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી શટ ડાઉન, પેન ડાઉન તેમજ ચોક ડાઉન પણ કરાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી તા : ૦૫ : છેલ્લા કેટલાય વર્ષથી શિક્ષકો સહિતના તમામ કર્મચારીઓ જૂની પેન્શન પુન: લાગુ કરવા માટે અને અન્ય પડતર પ્રશ્નો માટે આંદોલન ચલાવી રહ્યા છે, વિધાનસભાની ચૂંટણી પહેલાં પાંચ મંત્રીઓની કમિટીએ વર્ષ 2005 પહેલાં નિમણુંક પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો હતો, જોકે વખતોવખત રજુઆત કરવા છતાં ઠરાવ બહાર પાડેલ નથી તેમજ અન્ય પડતર પ્રશ્નોને લઈ શિક્ષકો સહિતના કચ્છ જિલ્લાના તમામ કર્મચારીઓ પોતાની માંગણીઓ માટે મહા મતદાન કરશે જેમાં કચ્છ જિલ્લામાં એક ચુંટણી અધિકારી તેમજ પાંચ મદદનીશ ચુંટણી અધિકારી નિમવામાં આવેલ છે. એ જ રીતે કચ્છના તમામ દશ તાલુકાઓમાં પણ મુખ્ય ચુંટણી અધિકારી, મદદનીશ તેમજ ઝોનલ ઓફિસરની નિમણુંક કરાઈ છે. શાળામાં ચૂંટણી મથકમાં એક એક પ્રિસાઈડિંગ ઓફિસરની નિમણુંક કરવામાં આવેલ છે, આ સ્થાન ઉપર તમામ શિક્ષકો તેમજ તલાટી મંત્રીઓ, ગ્રામ્ય લેવલના અન્ય કર્મચારીઓ મત પત્રકમાં પોતાની માંગણીઓ સામે ટિક માર્ક કરી મતદાન કરશે એવી જ રીતે જિલ્લા પંચાયત અને જિલ્લા સેવાસદન ખાતે તેમજ તાલુકા પંચાયત અને તાલુકા સેવાસદન તેમજ બહુમાળી ભવન ખાતે પણ કર્મચારીઓ મતદાન કરશે. વળી ફરતી મતપેટીઓ પણ મહા મતદાન માટે તૈયાર કરાઇ છે. સમગ્ર જિલ્લામાં આશરે ૬૦૦૦ છ હજારથી વધુ મતપત્રો અને ૧૫૦ જેટલી મતપેટીઓ તૈયાર કરવામાં આવી છે. ૬ માર્ચ ૨૦૨૪ ના રોજ તમામ શિક્ષકો સહિતના કર્મચારીઓ મહા મતદાન કરશે અને સાથે સાથે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી શટ ડાઉન, પેન ડાઉન, ચોક ડાઉન કરશે. વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી શિક્ષકોની ઓનલાઈન હાજરી, મધ્યાહ્નન ભોજનની ઓનલાઈન હાજરી તેમજ અન્ય કોઈપણ પ્રકારની ઓનલાઈન કામગીરીથી અળગા રહેશે, સમગ્ર દિવસ દરમ્યાન ચોકથી પણ અળગા રહી વિદ્યાર્થીઓને રમત ગમત અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ જ કરાવશે, સાંજે તમામ તાલુકાઓમાંથી મતપેટીઓ જિલ્લા મથકે આવશે અને જિલ્લા મથકે મતપત્રોની ગણતરી થશે અને રાજ્યકક્ષાએ રિપોર્ટિંગ કરવામાં આવશે. આમ, શિક્ષકો સહિતના તમામ કર્મચારીઓ હાલ પોતાની ઓ.પી.એસ. સહિતની માંગણીઓ માટે લડી લેવાના મૂડમાં છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!