GUJARATJUNAGADHKESHOD

કેશોદમાં લોહાણા સમાજનો મતદાતા સત્કાર સમારોહ યોજાયો જેમાં પરિવર્તન પેનલના વિજેતા ટ્રસ્ટીઓનો ચાર્જ સંભાળ્યો

કેશોદમાં લોહાણા સમાજનો મતદાતા સત્કાર સમારોહ યોજાયો જેમાં પરિવર્તન પેનલના વિજેતા ટ્રસ્ટીઓનો ચાર્જ સંભાળ્યો

શ્રી લોહાણા મહાજન સુંદર વાડી ખાતે કેશોદ લોહાણા સમાજની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજેતા બનેલી પરિવર્તન પેનલ દ્વારા મતદાતા સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી વિજેતા પેનલને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જૂનાગઢના એડવોકેટ શ્રી જયકિશનભાઈ દેવાણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને નયનાબેન રામાણી તથા આનંદ બથિયા રહ્યા હતા. આ પ્રસંગે જૂના ટ્રસ્ટી મંડળ દ્વારા નવા ટ્રસ્ટી મંડળને ચાર્જ સોંપવામાં આવ્યો હતો.નવા ટ્રસ્ટી મંડળના હોદ્દેદારોની જાહેરાત કે.ટી. દેવાણી દ્વારા કરવામાં આવી હતી. જેમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે આનંદ બથિયા, પ્રમુખ તરીકે જતીન સોઢા અને મંત્રી તરીકે કે.ટી. દેવાણીની જવાબદારી જાહેર કરવામાં આવી હતી. નવનિયુક્ત પ્રમુખ જતીન સોઢાએ જણાવ્યું હતું કે, સમાજના લોકોએ આપેલા વચનોને પૂર્ણ કરવા માટે નવા ટ્રસ્ટી મંડળ દ્વારા પ્રાથમિકતા સાથે કામગીરી કરવામાં આવશે. સમાજની વાડીના નવીનીકરણનું કાર્ય પ્રથમ હાથ ધરવામાં આવશે અને સમાજના હિતમાં આપેલા તમામ વચનો પૂરા કરવાનો પ્રયાસ કરવામાં આવશે. કાર્યક્રમના અધ્યક્ષ નયનાબેન રામાણીએ જણાવ્યું હતું કે રઘુવંશી સમાજે શિક્ષણને વધુ મહત્વ આપવું જોઈએ. શિક્ષણના માધ્યમથી જ સમાજનો સર્વાંગી વિકાસ શક્ય છે, ત્યારે સમાજના બાળકો અને યુવાનોને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કરવા સૌએ સાથે મળીને પ્રયત્નો કરવા જોઈએ. ડો.પ્રેમાંગભાઈ ધનેશાએ જણાવ્યું હતું કે જૂના ટ્રસ્ટી મંડળ દ્વારા પણ સમાજના હિતાર્થે અનેકવિધ કાર્યો કરવામાં આવ્યા છે. જૂનું ટ્રસ્ટી મંડળ હજુ પણ નવા ટ્રસ્ટી મંડળ સાથે છે અને સમાજના વિકાસ માટે સાથ-સહકાર આપતું રહેશે. કાર્યક્રમની શરૂઆત મહેમાનો ડી.ડી. દેવાણી, ડો.અજય સાંગાણી સહિત ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબારે કર્યું હતું.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!