કાલોલના શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા.

તારીખ ૨૪/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
રવિવારે કાલોલના શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરના ભવ્ય જીર્ણોદ્ધારનું પ્રથમ વર્ષ પૂર્ણ થવાના પાવન પ્રસંગે મંદિરમાં સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.દિવસ દરમિયાન મંદિર પરિસરમાં વેદોક્ત મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ શિવમય અને ભક્તિમય બની ગયું હતું. સાંજના સમયે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન થયું હતું, જેમાં શિવભક્તો ભક્તિરસમાં લીન બન્યા હતા. કાર્યક્રમના સમાપન બાદ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક ઉત્સવમાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ મહેન્દ્રભાઈ વ્યાસ, હરીશભાઈ ઉપાધ્યાય, શૈલેષભાઈ જાની,રિતેશભાઈ પંડ્યા,ડૉ. પ્રકાશભાઈ જોશી, રમેશભાઈ ઉપાધ્યાય,દિવ્યેશભાઈ જોશી જયંતભાઈ ,સહિત સમાજના શ્રેષ્ઠીઓ, ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનોએ ઉપસ્થિત રહી દર્શન, પૂજા-અર્ચના તથા મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા મંદિર સમિતિ તથા સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક સેવાઓ આપી હતી.








