LUNAWADAMAHISAGAR

8th એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૨-૨૦૨૩ શિવમ પાર્ટી પ્લોટ વીરપુર ખાતે યોજાયો

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

8th એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૨-૨૦૨૩ શિવમ પાર્ટી પ્લોટ વીરપુર ખાતે યોજાયો

સ્કૂલોમાં બેગલેશ શિક્ષણ થકી વિદ્યાર્થીઓના સ્કીલમાં વધારો થશે – કેબિનેટ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર

ગુજરાત શૈક્ષણીક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સંતરામપુર દ્વારા આયોજિત 8th એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૨-૨૦૨૩ અને વીરપુર તાલુકાની પ્રાથમિક શાળાઓનો પ્રથમ આનંદ મેળો શિવમ પાર્ટી પ્લોટ વીરપુર ખાતે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તથા આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતમાં યોજાયો હતો.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી ડો.કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે સ્કૂલોમાં બેગલેશ શિક્ષણ થકી વિદ્યાર્થીઓના સ્કીલમાં વધારો થશે અને બધા સાથે મળીને વિવિધ નવા પ્રોજેકટ, પ્રવુર્તિ, ઉપલબ્ધી સાથે ટેકનોલોજીની નવી ઓળખ ઉભી કરી શિક્ષણ શેત્રે આમૂલ પરિવર્તન કરીશું.અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લાની દરેક સ્કૂલમાં રૂમ, શૌચાલય, ગ્રાઉન્ડ સાફ રાખી સ્વચ્છ શાળા અને સ્વચ્છ ભારત બનાવીએ તેવી ઉપસ્થિત શિક્ષકો અને બાળકોને અપીલ કરી હતી.

કેબિનેટ મંત્રીશ્રીએ આજે શિક્ષણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે વડાપ્રધાન  નરેન્દ્ર મોદી લિખિત “એક્ઝામ વોરિયર્સ” પુસ્તકના ગુજરાતી સંસ્કરણનું વિમોચન કર્યું હતું. ત્યારે આ પુસ્તકમાં જણાવેલ ઉપયોગી બાબતો આગામી ૧૪મી માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. ત્યારે વિદ્યાર્થીઓ, વાલીઓ અને અધ્યાપકો માટે આ પુસ્તક એક્ઝામ ફિયર દૂર કરવામાં ઉપયોગી થશે. વડાપ્રધાનએ આ પુસ્તકમાં પરીક્ષાને એક ઉત્સવ તરીકે આનંદભેર ઉજવવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. પુસ્તકના દરેક પ્રકરણમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃતિઓ પણ આપવામાં આવી છે જેવી માહિતી ઉપસ્થિત લોકોને આપી હતી

8th એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલમાં મહીસાગર જિલ્લાના પ્રાથમિક તેમજ svs (માધ્યમિક/ઉચ્ચ માધ્યમિક) વિભાગના અનુક્રમે ૪૩ અને ૫ એમ કુલ ૪૮ પ્રકારના શૈક્ષણિક ઇનોવેશન ( નવતર પ્રયોગ) ની મંત્રીએ મુલાકાત લીધી હતી.

પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તથા આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરનું સ્વાગત કલમ-ફૂલથી અને ફુલસ્કેપ ચોપડાથી કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ તેમજ બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણે પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું.

આ પ્રસંગે શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. અને મંત્રી દ્વારા પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યું હતું.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!