LUNAWADAMAHISAGAR

ગુણવત્તા અને માનકીકરણ ક્ષેત્રે મહિસાગર જિલ્લાના અધિકારીઓ માટે વર્કશોપનું આયોજન કરાયું

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

ગુણવત્તા અને માનકીકરણ ક્ષેત્રે મહિસાગર જિલ્લાના અધિકારીઓ માટે વર્કશોપનું આયોજન કરાયું

બ્યુરો ઓફ ઈન્ડીયન સ્ટાન્ડર્ડ દ્રારા કલેકટર કચેરી ખાતે વર્કશોપ યોજાયો

ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમજ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે ધોરણોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.

BIS વિવિધ હિસ્સેદારી જેમ કે જિલ્લા વહીવટીતંત્ર, સંબંધિત અધિકારીઓ અને વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ માટે સમયાંતરે અનેક તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે, જેથી કરીને વિવિધ સરકારી યોજનાઓનાં વધુ અસરકારક અમલીકરણમાં ગુણવત્તાની ખાતરી મળે.

ભારતીય માનક બ્યુરો દ્વારા આજે મહીસાગર જિલ્લાના અધિકારીઓ માટે એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  અજય ચંડેલ,નાયબ નિદેશક ભાત્તીય માનક બ્યુરો, અમદાવાદ કાર્યક્રમના સહભાગીઓને આવકાર્યા અને તેમના ઉદ્ઘાટન સંબોધનમાં કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમજાવ્યો. કલેકટરશ્રી ભાવિન પંડયા , એ દેશ અને તેની અર્થવ્યવસ્થા માટે BISના કાર્યની પ્રશંસા કરી.  અજય ચંડેલ નાયબ નિદેશક, ફરજિયાત પ્રમાણીકરણ, માનકોની રચના, નોંધણીની વિવિધ યોજનાઓ, પ્રમાણીકરણ, પ્રયોગશાળા માન્યતા અને સોનાના હોલમાર્કિંગ વિશે અધિકારીઓને વર્કશોપ દ્રારા જાગૃત કર્યા.

આ કાર્યક્રમ બાદ સહભાગીઓ સાથે વ્યાપક વાર્તાલાપ કરવામાં આવ્યો હતો અને ISI માર્ક ઉત્પાદનોના માનકીકરણ અને પ્રાપ્તિ સંબંધિત વિવિધ શંકાઓ અને પ્રશ્નોની અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!