LUNAWADAMAHISAGAR

લુણાવાડા ખાતે વિશ્વ ક્ષય દિવસ નિમિતે જનજાગૃતિ રેલી યોજાઇ

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

લુણાવાડા ખાતે વિશ્વ ક્ષય દિવસ નિમિતે જનજાગૃતિ રેલી યોજાઇ

 

વિશ્વ ક્ષય દિવસ નિમિતે લુણાવાડા શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતેથી મહીસાગર જિલ્લા ક્ષય અધિકારી ડો. ડી ડી ચૌહાણના માર્ગદર્શન હેઠળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી અગાઉ ટીબી મુક્ત ગુજરાતના સંદેશ સાથે મહાનુભાવોએ ફોટો પોઈન્ટ પર ફોટો પડાવ્યો હતો. આ રેલીને જિલ્લા વિકાસ અધિકારી કે ડી લાખાણી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી આર પટેલ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. નગરના વિવિધ વિસ્તારોમાં ટીબી હારેગા દેશ જીતેગાના નારા સાથે યોજાયેલ રેલીમાં ઇન્ડિયન ડિઝાસ્ટર રેસકયુ રિસ્પોન્ડર કોપ્સ, શીતલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, શહેરી આરોગ્ય કેન્દ્ર તથા જિલ્લા ક્ષય કેન્દ્રનો સ્ટાફ જોડાયો હતો. આ રેલીમાં મણિનગર  સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડમી પંચમહાલ/મહીસાગર ના ચીફ કોડીનેટર મનજીત વિશ્વકર્મા તેમજ તેમની ટીમ જોડાઈ હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!