MAHISAGARSANTRAMPUR

મહિસાગર જિલ્લાના બાલાસિનોર હાઇવે ઉપર ડ્રાઇવરો દ્વારા ચક્કાજામ

રિપોર્ટર અમીન કોઠારી
મહિસાગર

મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે ડ્રાઇવર એસોસિયન દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું.

અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે પસાર થતાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર મુકામે ડ્રાઇવરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો.

 

નવા હિટ એન્ડ રનના કાયદાનો રાજ્યભરમાં વિરોધ, ટ્રક અને બસ ચાલકોએ ટાયર સળગાવી કર્યો હાઈવે બ્લોક

 

કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રનના કાયદાનો ટ્રક ચાલકો દ્વારા દેશભરમાં દેખાવ કરવામાં આવી રહ્યો છે. આજે સવારથી જ ટ્રક ચાલક દ્વારા હડતાળ પાડવામાં આવી છે. ઠેર-ઠેર ચક્કાજામ કરવામાં આવ્યો છે.

બાલાસિનોરમાં ટ્રકચાલકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. અકસ્માતના નવા કાયદાના વિરોધનાં પગલે ટ્રકોની 5 કિમી લાંબી કતાર થઈ ગઈ હતી. ટ્રક ચાલકોએ ટાયર સળગાવી હાઇવે ચક્કાજામ કર્યો. ખેડા અને મહીસાગર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ટ્રક ચાલકોને સમજાવવા પ્રયત્ન પણ કર્યો.

સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં હિટ એન્ડ રનના કાયદા અંગે માહિતી આપતા કહ્યું હતું કે, અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ ઘટના સ્થળે ભાગી જાય છે અને ઘાયલને વ્યક્તિને રસ્તા પર જ છોડી દે છે, તો તેને 10 વર્ષની સજા થશે. અને સાત લાખ રૂપિયા દંડ કરવામાં આવશે જેને લઇને ડ્રાઇવરો રોસે ભરાયા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!