શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે મૂનપુર કોલેજ ખાતે ત્રિદિવસીય એન એસ એસ ઝોનલ વર્કશોપ ૨૦૨૨-૨૦૨૩ નો શુભારંભ કરાવ્યો

0
23
વાત્સલ્યમ્ સમાચાર

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે મૂનપુર કોલેજ ખાતે ત્રિદિવસીય એન એસ એસ ઝોનલ વર્કશોપ ૨૦૨૨-૨૦૨૩ નો શુભારંભ કરાવ્યો

કોલેજના વિદ્યાર્થીઓ ગામડામાં જઈ સ્વચ્છતા,સમાજને જોડવાનું કામ વગેરે થકી રાષ્ટ્રની ઉન્નતિમાં બનાવવામાં કાર્ય કરે-કેબિનેટ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર

21 01 2023 press note mahisagar 1 1 21 01 2023 press note mahisagar 1 2

રાષ્ટ્રીય સેવા યોજના ઉચ્ચ શિક્ષણ-ગુજરાત રાજ્ય,ગાંધીનગર દ્વારા અનુદાનિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા અને શ્રીમતી સી.આર ગાર્ડી આર્ટ્સ કોલેજ,મૂનપુરની યજમાન પદે ત્રિદિવસીય એન એસ એસ ઝોનલ વર્કશોપ ૨૦૨૨-૨૦૨૩ આદિજાતિ વિકાસ,પ્રાથમિક,માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ કેબિનેટ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરની સહ વિશેષ ઉપસ્થિતિમાં શુંભારંભ કરાયો.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ,પ્રાથમિક,માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ કેબિનેટ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે,વિદ્યાર્થીઓનો એજ્યુકેશન સાથે સર્વાંગી વિકાસ થાય.સમાજને ઉપયોગી થાય એવા નાગરિક તૈયાર થાય અને યુવાન સમાજના લોકો માટે વિચારે એ ભાવથી એન એસ એસ ની સ્થાપના કરવામાં આવી હતી.કોલેજના વિદ્યાર્થીઓ ગામડાઓમાં જઈ સ્વચ્છતા અગે જાગૃતતા ફેલાવે અને સમાજને જોડવાનું કામ કરી સમાજમાં પોતાનો અમૂલ્ય ફાળો નોંધાવી રાષ્ટ્રને ઉન્નત બનાવવા તરફ કાર્ય કરે. દરેક વ્યક્તિ પોતાનું ઘરની આસપાસની સફાઈ જાતે જ કરે તો સ્વચ્છ ભારતનું અવસ્ય નિર્માણ કરી શકીએ.

વધુમાં કેબિનેટ મંત્રીએ રાજસ્થાન,મધ્યપ્રદેશ અને ગુજરાતના સંગમ સ્થળ માનગઢ ધામ ખાતે આવેલ શ્રી ગુરુ ગોવિંદ એ દેશને આઝાદ કરવા માટેની સ્વાતંત્ર્ય સંગ્રામની લડાયને યાદ કરી માનગઢ ધામ વધુ ડેવલોપ થાય તે માટે હમેશા પ્રયત્ન શિલ રહીશ

આ પ્રસંગે કેબિનેટ મંત્રી ડો કુબેરભાઈ ડીંડોરના હસ્તે મૂનપુર કોલેજ ખાતે નવીન રૂમનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું અને મંત્રીના હસ્તે પુસ્તક વિમોચન પણ કરવામાં આવ્યું હતું

 

 

 

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews