MAHISAGARSANTALPUR

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સંતરામપુર ખાતે આદીવાસી ઓ દ્વારા મહારેલી નું આયોજન

રિપોર્ટર…
અમિન કોઠારી
સંતરામપુર

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સંતરામપુર ખાતે મહારેલી નું આયોજન

મહીસાગર જીલ્લાનું પોલીસ તંત્ર ખડે પગે તેનાત

આદિવાસી લોકોનું સંતરામપુર મુસ્લિમ સમાજ દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું

 

સંતરામપુર સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા આદિવાસી સમાજના ભાઈઓને બુકે થી સ્વાગત કરવામાં આવ્યું

 

સંતરામપુર મુસ્લિમ સમાજ દ્વારા આદિવાસી સમાજના ભાઈઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે પીવાના પાણીની ઠેર ઠેર વ્યવસ્થા કરવામાં આવી….

9મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આદિવાસી સમુદાયના લોકો માટે નવમી ઓગસ્ટ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે આ દિવસે આદિવાસી સમાજના બાળકોથી માંડીને યુવાનો અને વૃદ્ધો દ્વારા ખૂબ જ આનંદ સાથે ઉજવણી કરવામાં આવે છે. હાથમાં તીરકામઠાં, ગળામાં ગોફણ , માથા ઉપર પાઘડી અને પૂરેપૂરી આદિવાસી સંસ્કૃતિની વેશભૂષા સાથે ચાલતા તેમજ મોટરસાયકલ ઉપર રેલી કાઢીને ઉજવણી કરવામાં આવી હતી.

સંતરામપુર તાલુકા ફતેપુરા તાલુકા સંજેલી તાલુકા તેમજ મોરવા હડફ તાલુકા ની પ્રજા દ્વારા આજુબાજુ વિસ્તારમાં મહા રેલીનું આયોજન કરીને સંતરામપુર નગરમાં આવેલા ગોધરાબાગોડ વિસ્તારમાં સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે મહારેલી ની આયોજન સાથે વિશાળ જમાવડો થયો હતો જેમાં સંતરામપુર મુસ્લિમ સમાજ દ્વારા અંદર આવેલા તમામ આદિવાસી લોકોનું મૂકે તેમ જ ફુલહારથી ભાભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમાં જોડાયેલા તમામ લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે ઠેર ઠેર પીવાના પાણીના ઝગ મૂકીને વ્યવસ્થા કરવામાં આવી હતી. આદિવાસી જ સમાજના લોકોને મુસ્લિમ સમાજ દ્વારા આદિવાસી વિશ્વ દિવસ નિમિત્તે શુભેચ્છાઓ ફાટાવવામાં આવી હતી

આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં ઘાંચી સમાજ ના પ્રમુખ હાજી અશફાકભાઈ ભૂરા ,સલીમભાઈ કોઠારી, શહીદ ભાઈબેંકર, અસ્પાકભાઈ ખેડાપા વાલા તેમજ મયુદ્દીનભાઈ કાજી લુકમાન દાઉદ , લીયાકતભાઈ પઠાણ અને તમામ નવયુવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!