GUJARATMEHSANAVIJAPUR

મહેસાણા એસ.ઓ.જી પોલીસે મહેસાણા શહેર એ ડીવી પોલીસ મથકના હદ વિસ્તારમાંથી ૪ કીલો ૯૮૫ ગ્રામ ગાંજાના જથ્થા સાથે બેલાખથી વધુ મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

મહેસાણા એસ.ઓ.જી પોલીસે મહેસાણા શહેર એ ડીવી પોલીસ મથકના હદ વિસ્તારમાંથી ૪ કીલો ૯૮૫ ગ્રામ ગાંજાના જથ્થા સાથે બેલાખથી વધુ મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જીલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય ના ની સૂચના મુજબ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ અસરકારક કામગીરી કરવા સારૂ એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવા સુચનાઓ આપતા
એસ.ઓ.જી.પો.ઇન્સ.વી.આર.વાણીયા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો ચાર્ટર લગત કામગીરી ને લઈ પેટ્રોલીંગ માં હતા.તે દરમિયાન ખાનગીમાં બાતમી મળી હતીકે સી.એન.જી.રીક્ષાનં.જી.જે.૦૧.ટી.એચ.૭૬૪૦ માં એક ઇસમ ગેરકાયદેસર અનઅધિકૃત વનસ્પતી જન્ય ગાંજાના જથ્થાની હેરાફેરી કરી વેચાણ કરવા સારૂ માનવ આશ્રમ ચોકડીથી જી.ઇ.બી તરફ રોડ ઉપર આવી રહ્યો છે જે હકિકત આધારે વોચ ગોઠવી ને સમીરશા અબ્દુલશા ફકીર ઉવ-૨૯ રહે.વણોદ ઇન્દીરાપરૂ તા-દસાડા જી.સુરેન્દ્રનગર વાળાને
સી.એન.જી.રીક્ષાજી.જે.૦૧.ટી.એચ-૭૬૪૦ મા ગે.કા રીતે ગાંજાનો કુલ ચોખ્ખો જથ્થો ૪ કિલો ૯૮૫ ગ્રામ કિં રૂ ૪૯,૮૫૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિં રૂ.૨૦૦૦/- તથા મહક સીલ્વર પાન મસાલા ના લખાણ વાળા કાપડનો થેલો કી.રૂ.૦૦/૦૦ તથા વાદળી કલરની મીણીયાની થેલી કી.રૂ.૦૦/૦૦ તથા સી.એન.જી. રીક્ષા નં.જી.જે.૦૧.ટી.એચ-૭૬૪૦ કી.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૨.૫૧,૮૫૦/- ના મુદામાલ સાથે પકડી લઇ મહેસાણા શહેર એ ડીવી પો.સ્ટે ગુનો રજી કરી મહેસાણા એસ.ઓ.જી પોલીસે એક N.D.P.S નો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
———————–
પકડાયેલા આરોપીનું નામ સરનામુ:- સમીરશા અબ્દુલશા ફકીર ઉવ-૨૯ રહે.વણોદ ઇન્દીરાપરૂ તા-દસાડા જી.સુરેન્દ્રનગર
—————-////

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!