મેહસાણા વીરપુરા પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ કાર્યક્રમ-2024 અંતર્ગત કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મેહસાણા મંડાલીની વીરપુરા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ કાર્યક્રમ અંતર્ગતઆરોગ્યલક્ષી શિક્ષણ આપવા મા આવ્યું હતુ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંછા ના આયુષમાન આરોગ્ય મંદિર મંડાલી ની વીરપુરા પ્રાથમિક શાળા માં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ કાર્યક્રમ અંતર્ગત તાલુકા હેલ્થ સુપર વાઇઝર ડી .કે. પટેલ, CHO દીપિકાબેન, MPHW અશોકભાઈ, ફીમેલ હેલ્થ વર્કર ચંપાબેન દ્વારા 10 થી 19 વર્ષ ના કિશોર કિશોરી ઓને આરોગ્યલક્ષી શિક્ષણ આપવામા આવ્યું. જેમાં સ્વચ્છતા અને આરોગ્યમય જીવનશૈલી પોષણયુક્ત આહાર તેમજ હાથ ધોવા ની રીત શીખવાડવા માં આવી હતી તેમજ જાતીય રોગો જેવા કે STD તેમજ NCD -બિન ચેપી રોગો વિશે માહિતી આપવા માં આવી તેમજ આયર્ન ફોલિક એસિડ ગોળી તેમજ વ્યક્તિગત સ્વાસ્થ વિશે માહિતી આપવા માં આવી તેમજ શ્રી પટેલ દ્વારા બાળકો ને સંગીત ખુરશી ની રમત રમાડવા માં આવી અને વિજેતા ને બાળકો ને ઈનામ વિતરણ કરવા માં આવ્યું હતું.