MEHSANAMEHSANA CITY / TALUKOVIJAPUR

વિજાપુર એડવોકેટ એસોસિએશન દ્વારા મામલતદાર ને સરકાર દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એકટ પસાર કરવાની માંગ સાથે આવેદનપત્ર સુપ્રદ કરાયુ

વિજાપુર એડવોકેટ એસોસિએશન દ્વારા મામલતદાર ને સરકાર દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એકટ પસાર કરવાની માંગ સાથે આવેદનપત્ર સુપ્રદ કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા એડવોકેટ એસોસિએશન દ્વારા મામલતદાર કચેરી ખાતે એડવોકેટ પ્રોટેક્શન કાયદો પસાર કરવા અંતર્ગત મામલતદાર જે.એસ પટેલને આવેદનપત્ર સુપ્રદ કર્યું હતુ.તાલુકા એડવોકેટ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપતા જણાવવા માં આવ્યું હતુંકે ગુજરાત માં અવાર નવાર વકીલો ઉપર કેટલાક તત્વો દ્વારા હુમલો કરવામાં આવે છે ભૂતકાળમાં આવા હુમલો કરી ભુમાફિયા દ્વારા તેમજ કેટલાક તત્વો દ્વારા વકીલોની હત્યા નાબનાવો બન્યા છે. જેના અનુસંધાન માં ગુજરાતમાં વકીલોને રક્ષણ મળે અને સલામતી જોખમાય નહીં અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુજરાત ના વકીલ મંડળ ના સૂચના મુજબ તાલુકા એડવોકેટ એસોસિએશન ના પ્રમુખ દ્વારા લેખીત માં એડવોકેટ મંડળ ના ઉપપ્રમુખ તેમજ મંત્રી સહમંત્રી વકીલ મંડળના તમામ હોદ્દેદારો સભ્યો સિનિયર વકીલો જુનીયર વકીલો એ ઉપસ્થિત રહી મામલતદાર ને આવેદનપત્ર સુપ્રદ કર્યું હતુ મામલતદાર જે એસ પટેલે વકીલ મંડળની રજૂઆતો સાંભળી તમારી રજુઆત સરકાર ને મોકલી આપીશું તેવો દિલસો આપી આવેદનપત્ર નો સ્વીકાર કર્યું હતુ.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button