BHUJGUJARATKUTCH

SVEEP અંતર્ગત સમગ્ર કચ્છની શાળા કોલેજોમાં માનવ સાંકળ દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ અપાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ. ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી. પ્રતિક જોષી. ભુજ કચ્છ.

ભુજ  તા-05 એપ્રિલ : લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત જિલ્લામાં SVEEP હેઠળ સમગ્ર કચ્છ જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં માનવ સાંકળ જેવી નવતર પ્રવૃત્તિના માધ્યમથી મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો..જિલ્લાના ભુજ, ગાંધીધામ અંજાર, મુંદ્રા, માંડવી સહિતના તમામ તાલુકા મથકો અને મોટા ગામોની શાળાઓ અને કોલેજો દ્વારા ગામ કે શહેરની જાહેર જગ્યાઓ ઉપર તેમજ શાળાઓના મેદાનમાં મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે થીમ ઉપર આધારિત માનવસાંકળનું નિર્માણ જિલ્લામાં લગભગ ૬૦ કરતા પણ વધુ જગ્યાઓ ઉપર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી માનવ સાંકળની થીમ “વોટ ફોર નેશન” રહી હતી. માનવ સાંકળ નિહાળી મતદાર મતદાન પ્રત્યે ઉત્સાહિત તેમજ જાગૃત બનશે તેવી ભાવના વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શન શિક્ષકશ્રીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.સમગ્ર જિલ્લામાં ૬૦ કરતાં પણ વધુ સ્થળોએ આવી માનવ સાંકળો બનાવવામાં આવી હતી.જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા અને નાયબ ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચ્છ અને જિલ્લા SVEEP નોડલ અધિકારી શ્રી બી.એમ.વાઘેલા નેતૃત્વ હેઠળ SVEEP પ્રવૃત્તિઓનું જિલ્લામાં સંકલન મદદનીશ નોડલ શ્રી જી.જી.નાકર, શ્રી શિવુભા ભાટી અને તેમની તાલુકા કક્ષાની ટીમો સંભાળી રહી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!