વિજાપુર રાવળ યોગી સમાજનો ધોરણ 10 અને 12 ના તેજસ્વી તારલાઓનો ઇનામી વિતરણ નો કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રાવળ યોગી સમાજનો તેજસ્વી તારલાઓ નો ઇનામી વિતરણ નો કાર્યક્રમ સંસદ સભ્ય હરીભાઈ પટેલ અને ધારાસભ્ય સીજે ચાવડા ની ઉપસ્થિતિ માં યોજાયો હતો. જેમાં ધોરણ 10 અને 12 માં પ્રથમ નમ્બર લાવનાર બાળકોને સંસદસભ્ય ધારાસભ્ય ના હસ્તે ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ઉપસ્થિત સંસદ સભ્ય હરીભાઈ પટેલે જણાવ્યુ હતુકે રાવળ યોગી સમાજ ખુબજ મજૂરી કરી ઉભરતો સમાજ છે.સમાજના બાળકોને હાલના સંજોગો માં શિક્ષણ માટે વધુ જાગૃતતા લાવવા ની જરૂર છે.જ્યારે ધારાસભ્ય સીજે ચાવડાએ રાવળ સમાજના વડીલોને શિક્ષણ માટે બાળકો પ્રત્યે સજાગ બનવા અપીલ કરી હતી. આ અંગે સમાજના પ્રમુખ દેવેન્દ્ર રાવળે સમાજના લોકો સમક્ષ સમાજ દ્વારા 4 કરોડ ના ખર્ચે ગાંધીનગર ખાતે બનાવેલ છાત્રાલય નો ઉપયોગ કરવા માટે જણાવ્યું હતુ.ધોરણ 10 અને 12 માં પ્રથમ આવેલ બાળકોને પ્રમાણપત્ર તેમજ ઇનામો આપી ઉત્સાહ વધાર્યો હતો. અને સાથોસાથ વડીલો નું સન્માન પણ કરવામાં આવ્યું હતુ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમાજના યુવકો દ્વારા કરવામાં આવ્યું હતુ