MEHSANAVIJAPUR

વૃક્ષ છેદન દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનો અભાવ, વાહનચાલકોના માથે અકસ્માતનો ખતરો વિજાપુર-વિસનગર હાઇવેને ફોરલેન બનાવવાની કામગીરીમાં બેદરકારી સામે સવાલો

વૃક્ષ છેદન દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનો અભાવ, વાહનચાલકોના માથે અકસ્માતનો ખતરો
વિજાપુર-વિસનગર હાઇવેને ફોરલેન બનાવવાની કામગીરીમાં બેદરકારી સામે સવાલો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુરથી વિસનગરને જોડતા આશરે 30 કિલોમીટર લાંબા હાઇવેને ફોરલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના ભાગરૂપે માર્ગની બંને બાજુ આવેલા વૃક્ષો દૂર કરવામાં આવી રહ્યા છે. જોકે, વૃક્ષ છેદનની કામગીરી દરમિયાન વાહનચાલકોની સુરક્ષાને લઈને જરૂરી તકેદારી રાખવામાં આવતી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
વૃક્ષો કાપવાની કામગીરી ચાલી રહી હોવા છતાં કોન્ટ્રાક્ટર અથવા સંબંધિત તંત્ર દ્વારા સ્થળ પર યોગ્ય ટ્રાફિક નિયંત્રણ નુ પાલન થતુ નથી. પરિણામે, માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે.
વૃક્ષ કાપતી વખતે અચાનક ટ્રાફિક રોકાતાં હાલાકી
વૃક્ષ છેદનની કામગીરી દરમિયાન થોડા-થોડા સમયના અંતરે અચાનક વાહન વ્યવહાર રોકી દેવામાં આવે છે. જેના કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો સર્જાય છે અને વાહનચાલકોને ટ્રાફિકમાં અટવાઈ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને વ્યસ્ત સમય દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાનું યોગ્ય આયોજન ન હોવાના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બનતી હોવાની વાહનચાલકોમાં ચર્ચા છે.હાઇવેને ફોરલેન બનાવવાની કામગીરી વિકાસની દિશામાં મહત્વપૂર્ણ છે, પરંતુ કામગીરી દરમિયાન વાહનચાલકો અને માર્ગ પરથી પસાર થતા લોકોની સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. વૃક્ષ છેદન દરમિયાન ટ્રાફિક નિયંત્રણ સંચલનની વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને કામગીરી દરમિયાન વાહન વ્યવહારનું યોગ્ય આયોજન કરવામાં આવે તેવી વાહનચાલકો દ્વારા માંગ ઉઠી છે. તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી સુરક્ષાના જરૂરી પગલાં લેવાય તેવી પણ માંગ છે.

Back to top button
error: Content is protected !!