GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર હાઇવે રોડ ઉપર MGVCL નો 11 કેવીની મેન લાઈન તૂટતા જીવંત વાયર રોડ ઉપર પડ્યો.કોઇ જાનહાનિ નહીં

તારીખ ૦૭/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર ખાતે આવેલ એમજીવીસીએલ ની ગંભીર બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો ૦૪/૦૭/૨૦૨૪ ના રોજ અંદાજીત એક વાગ્યાની સુમારે ગોધરા વડોદરા હાઇવે રોડ ઉપર ૧૧ કેવીની લાઈન માંથી એક જીવંત લાઈનનો વાયર તૂટીને રોડ ઉપર પડ્યો હતો ત્યારે આ એમજીવીસીએલ ની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી હતી ત્યારે વેજલપુર એમજીવીસીએલ ની લાલીયાવાડીને લઈને કોઈક વ્યક્તિને કરંટ લાગ્યો હોત તો જવાબદાર કોણ? ત્યારે વેજલપુર એમજીવીસીએલના જવાબદાર અધિકારીઓ ઠંડકવાળી ચેમ્બરમાંથી બહાર નીકળીને પ્રિમોન્સૂન કામગીરી ક્યાં કરવાની હોય છે તે સ્થળ ઉપર જઈને નિરક્ષણ પણ કરતા નથી ત્યારે આવી ગંભીર બેદરકારીઓનો બનાવ બનતા હોય છે ત્યારે હાલ ચોમાસાની ૠતુમાં માત્ર નજીવા વરસાદમાં આ એમજીવીસીએલ વાળા કલાકો સુધી વીજ લાઈનો બન્ધ કરી દેવામાં આવે છે ત્યારે આ એમજીવીસીએલ કચેરી દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના નામે કોન્ટ્રાક્ટ આપતા હોય છે ત્યારે વાસ્તવિકતામાં વેજલપુર સહિત આજુ બાજુના વિસ્તારમાં પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળો ઉપર ઘોડા દોડાવીને બતાવામાં આવતું હશે ત્યારે ખરેખર સ્થળ ઉપર જીવંત વાયરો કેબલો સહિતના વાયરો ઝાડી ઝાખરામા તેમજ વીજ પોલો નમી ગયેલા હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે ગઈ કાલે ૧૧ કેવીની લાઈનના જીવંત વાયર તૂટીને પડ્યો હતો ત્યારે જાગૃત નાગરિક દ્વારા આ એમજીવીસીએલ ને આ તૂટેલ વાયર અંગે જાણ કરી હતી ત્યાર બાદ વીજ વાયરનું તાત્કાલિક ધોરણે સમારકામ ચાલુ કરવામાં આવ્યું હતું ત્યારે આ વીજ વાયર પડેલા નો વિડીઓ પત્રકાર ઉતારી રહ્યા હતા ત્યારે એમજીવીસીએલ ના અધિકારીએ વિડિઓ ઉતારતા રોકવામાં આવ્યા હતા ત્યારે પોતાની આ ગંભીર બેદરકારી લોકો સમક્ષ ઉજાગર ના થાય તે માટે ક્યાંકને ક્યાંક ઢાંક પીછોડો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે આટલી મોટી ૧૧ કેવીની ભયંકર લાઈન ઉપર સેફટી અંગે કોઈ પ્રકારનું ધ્યાન એમજીવીસીએલ રાખ્યું નોહતું અને સપોર્ટ અંગે મેન વાયરો નીચે કોઈ પણ અન્ય સેફટી અંગે નીચે ટાર નાખવામાં આવ્યા હતા ત્યારે ૨૪ કલાક અવર જવર હાઇવે ઉપર આ એમજીવીસીએલ ના અધિકારીઓ કોઈ સેફટી અંગે ધ્યાન રાખ્યું નોહતું તેના કારણે આ ગંભીર બેદરકારી સામે આવી હતી ત્યારે આ જીવંત વાયર રોડ ઉપર પડતા કોઈ જાન હાની કે કોઈ અકસ્માત થયેલ નહતો જેથી એમજીવીસીએલ ના વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel

[wptube id="1252022"]
Back to top button