
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૧ જૂન : ભારત સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ કચ્છના ભુજ તાલુકાના કોટડા ચકાર ગામની મુલાકાત લઈને પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો હતો. રાજ્યમંત્રીશ્રીએ કોટડા ચકારના પ્રબુદ્ધ નાગરિકો અને વડીલોનું સન્માન કરીને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિકાસકાર્યો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. આત્મનિર્ભર ભારત બનાવવા સંકલ્પને સાકાર કરવા ગ્રામજનોને એકજૂટ થવા રાજ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. રાજ્યમંત્રીશ્રી ભારત સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈને એક પણ નાગરિક સરકારશ્રીની જનકલ્યાણકારી યોજનાથી વંચિત ન રહી જાય એ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે કોટડા ચકારના પ્રબુદ્ધ નાગરિકો અને વડીલોએ રાજ્યમંત્રીશ્રીને ગામમાં આવકારીને વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં સહભાગી થવા ખાતરી આપી હતી. ભુજ સહિતના શહેરો સાથે રોડ રસ્તાની ઉત્તમ કનેક્ટિવિટી મળવાથી બાગાયત કૃષિ પેદાશોના સક્ષમ ભાવ મળી રહ્યા છે તેમ જણાવીને ગ્રામજનોએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના સદસ્યશ્રી રાજેશભાઈ ચાવડા, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, ગામના સરપંચશ્રી સહિત ગ્રામજનો પ્રબુદ્ધ નાગરિકો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા.



