AMRELIGUJARATRAJULA

રાજુલા પંથકમાં માલધારીના ધસમસતા પુરમાં ઘેટા તણાયા બાદ MLA હીરા સોલંકીએ સહાયના બદલે 10 ઘેટા લઈ આપ્યા

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા પંથકમાં માલધારીના ધસમસતા પુરમાં ઘેટા તણાયા બાદ MLA હીરા સોલંકીએ સહાયના બદલે 10 ઘેટા લઈ આપ્યા

ધારાસભ્ય હીરા સોલંકીએ અનોખી પહેલ કરી

માલધારી ને પોતાની આજીવિકા રહેશે હવે શરૂ

રાજુલા તાલુકા તાજેતર માં આઠ એચ જેટલો વરસાદ પડેલો રાજુલાની વિવિધ નદીઓમાં પૂર આવેલા અને નદીઓ ગાંડીતૂર બનેલી ત્યારે આવા સમયેના દેવકા ગામના માલધારી પરિવાર ના આ નદીના પુરમાં ઘેટા તણાયા બાદ પરિવાર ચિંતિત હતો


રાજુલા પંથકમાં 4 દિવસ પહેલા ભારેથી અતિ ભારે વરસાદ ખાબકતા અનેક પશુઓ તણાયા ગ્રામ્ય વિસ્તારના માર્ગો ઉપર ધોવાણ થયું હતું અનેક ગામો સંપર્ક વિહોણા બનેલા જેના કારણે વાહન ચાલકો સહિત લોકો પરેશાન થયા હતા ત્યારે રાજુલાના દેવકા ગામના નાજાભાઈ સાદુળભાઈ લામકા નદી કાંઠે હતા તેવા સમયે પુર આવતા ઘેટા ધસમસતા પ્રવાહમાં તણાય ગયા હતા તો અન્ય કેટલાકને બચાવી લેવાયા હતા આ ઘટના બાદ સ્થાનિક લોકોએ ધારાસભ્ય હીરા સોલંકીને આ બાબતે રજૂઆત કર્યા બાદ ધારાસભ્ય હીરા સોલંકીએ સહાયના બદલે માલધારીને શોધો ને તેને મનગમતા ઘેટા તેને જ્યાંથી ગમે તેવા સ્વંખર્ચએ ખરીદી કરી આપ્યા જેના કરણે માલધારી પરિવારમાં ફરી ઉત્સાહમાં આવ્યો હતો કેમ કે આ ઘેટાથી આ પરિવાર ની આજીવિકા ચાલતી હતી તેવા સમયે આ ઘેટા તણાય જતા પરિવાર ભારે ચિંતિત હતો.રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ આ અનોખી પહેલ કરી ઘેટા વેચાતા લઈ આપતા માલધારી નાજાભાઈ લામકાએ જણાવ્યું મારા ઘેટા પુરમાં ગયા બાદ ધારાસભ્યએ મને લઈ આપ્યા જેથી મારી આજીવિકા ફરીવાર શરૂ થશે ઉલ્લેખનીય બાબત એ છે રાજુલાના આ ધારાસભ્ય ગણપતિ ઉત્સવ હોય કે નવરાત્રી કે પછી શિવરાત્રી કોઈપણ ધાર્મિક તહેવાર હોય કે પછી સિંહ કે દીપડાના હુમલાની ધટના હોય આવી તમામ ઘટનાઓમાં હીરાલાલ સોલંકી તન મન અને ધનથી દરેક ને મદદરૂપ બન્યા છે અને જ્યારે રાજુલા તાલુકામાં કોઈપણ પરિવારનો દુઃખનો પ્રસંગ હોય ત્યારે તેમના પરિવાર પાસે આ ધારાસભ્ય હંમેશા અડીખમ ઉભા હોય છે અને એટલે રાજુલા માં આ ધારાસભ્ય માટે જાંબાઝ ધારાસભ્ય કહેવામાં આવે છે

Back to top button
error: Content is protected !!