MORBI:મોરબી તાલુકાના રંગપર ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૪ ઈસમો ₹૧૪,૫૦૦ ની રોકડ સાથે ઝડપાયા

MORBI:મોરબી તાલુકાના રંગપર ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૪ ઈસમો ₹૧૪,૫૦૦ ની રોકડ સાથે ઝડપાયા
મોરબી તાલુકા પોલીસની ટીમે રંગપર ગામના જાપા પાસે દરોડો પાડીને સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા ૪ ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ₹૧૪,૫૦૦ ની રોકડ રકમ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સરહદી રેન્જ ભુજ પોલીસ મહાનિરીક્ષક તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પ્રોહીબિશન અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટરની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
દરમિયાન રંગપર ગામે જાપા પાસે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે દરોડો પાડતા ૪ શખ્સો ગંજીપત્તા વડે જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
ઝડપાયેલ આરોપીઓ:જગદીશભાઈ મોતીભાઈ નયા (ઉ.વ. ૪૦, રહે. રંગપર) સાગરભાઈ મોતીભાઈ નયા (ઉ.વ. ૩૨, રહે. રંગપર) ગોવિંદભાઈ છેલાભાઈ ગીંગોરા (ઉ.વ. ૪૫, રહે. રંગપર) સુરેશભાઈ રમેશભાઈ કગથળા (ઉ.વ. ૩૬, રહે. રંગપર) કબ્જે કરેલ મુદ્દામાલ:રોકડ રકમ: ₹૧૪,૫૦૦/- મોરબી તાલુકા . પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








