GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના ચાડધ્રા પાસે બ્રાહ્મણી નદીમાંથી કરોડોનું ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું

 

HALVAD:હળવદના ચાડધ્રા પાસે બ્રાહ્મણી નદીમાંથી કરોડોનું ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું: રાજકોટ ફ્લાઈંગ સ્કવોડે રાત્રિ દરોડામાં 5 વાહનો જપ્ત કર્યા

 

હળવદ તાલુકામાં નદીના પટમાંથી ચાલતા ગેરકાયદેસર રેતી ખનન સામે ખાણ-ખનિજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ચાડધ્રા ગામ નજીક આવેલી બ્રાહ્મણી નદીના પટમાં મોડી રાત્રે રાજકોટ ફ્લાઈંગ સ્કવોડની ટીમે અચાનક દરોડો પાડીને ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનનનો પર્દાફાશ કર્યો છે.

આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ફ્લાઈંગ સ્કવોડે નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ઉત્ખનન અને વહન કરતા કુલ 5 ભારે વાહનો ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલા વાહનોમાં બે ડમ્પર, બે હિટાચી મશીન અને એક લોડર મશીનનો સમાવેશ થાય છે.

દરોડા દરમિયાન તમામ વાહનોને સ્થળ પર જ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ મથકે હવાલે કરવામાં આવ્યા છે. ખાણ-ખનિજ વિભાગ દ્વારા દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેનાથી રેતી માફિયાઓમાં ભારે ફાળ પડી છે.

Back to top button
error: Content is protected !!