GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારામાં ધોરણ 10, 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તથા તેજસ્વીતા સન્માન સમારોહ યોજાયેલ.

શ્રી મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિદ્યાલય ટંકારામાં ધોરણ 10, 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તથા તેજસ્વીતા સન્માન સમારોહ યોજાયેલ.
શ્રી મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ સંચાલિત શ્રી મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિદ્યાલયમાં ધોરણ 10 તથા 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તથા તેજસ્વીતા સમારોહ ટ્રસ્ટના આચાર્યશ્રી રામદેવજીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ. શાળાના આચાર્ય કાસુન્દ્રા એ વર્ષ દરમિયાન શાળામાં સાંસ્કૃતિક તથા રમતગમત પ્રવૃત્તિઓ યોજાયેલ તેની માહિતી આપી મહેમાનોનું હાર્દિક સ્વાગત કરેલ .


આ પ્રસંગે સંચાલક મંડળના પ્રમુખ હસમુખભાઈ કંસારા, જગદીશભાઈ પનારા, જગદીશભાઈ કકાસણીયા, દેવકુમાર પદસુંબિયા, ભૂતપૂર્વ આચાર્ય લાલજીભાઈ કગથરા ઉપસ્થિત રહેલ.શાળા સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ. શાળામાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ રંગોળી રાખડી, ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા ,રમતોમાં ત્રિપગી દોડ, લાંબી કુદ, ઉંચી કુદ,સ્લો સાયકલ સહિત વિવિધ સ્પર્ધામાં નંબર મેળવનાર 55 વિદ્યાર્થીઓને પ્રમુખ હસમુખભાઈ કંસારા તથાશાળાના શિક્ષિકા અર્ચનાબેન ડોડીયા તરફથી મહેમાનોના વરદ હસ્તે ઇનામો અપાયેલ.
શાળાના ભૂતપૂર્વ આચાર્ય એલ. વી. કગથરા દ્વારા ધોરણ 9 થી 12 માં પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓનું શીલ્ડ આપી સન્માન કરાયેલ.
પ્રમુખ હસમુખભાઈ કંસારા દ્વારા આગામી ધોરણ 10 તથા 12 મા શાળામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થી માટે પ્રોત્સાહક ઇનામ જાહેર કરાયેલ.
ટ્રસ્ટી જગદીશભાઈ પનારા એ વિદ્યાર્થીઓને અભિનંદન આપી સુંદર પરિણામ મેળવી ઉચ્ચ અભ્યાસ કરવા શુભેચ્છાઓ પાઠવેલ .કાર્યક્રમ સંચાલન અર્ચનાબેન ડોડીયા તથા હેતલબેન પરડવા દ્વારા કરાયેલ.
શાળા પરિવાર તથા સ્ટાફે તમામ વિદ્યાર્થીઓને ભોજન યોજી , અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવેલ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!