GUJARATMORBIWANKANER

વાંકાનેર: વાડીની ઓરડીમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા: પાંચ જુગારીઓ પોલીસને ચકમો આપી નાસી છૂટ્યા

વાંકાનેર: વાડીની ઓરડીમાંથી જુગારધામ ઝડપાયું ત્રણ ઝડપાયા પાંચ જુગારીઓ પોલીસને ચકમો આપી નાસી છૂટ્યા

વાંકાનેર : એલ.સી.બી. સ્ટાફને મળેલ બાતમીના આધારે રમેશભાઇ ઉર્ફે મગનભાઇ રૂપાભાઇ કોળી રહે.જાલીગામ તા.વાંકાનેર વાળો તેની કબ્જા ભોગવટા વાળી હસનપર ગામની સીમમાં જાલી જવાના માર્ગે આવેલ વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના હસનપર ગામની સીમમાં જાલી ગામે જવાના માર્ગે આવેલ વાડીની ઓરડીમાં રેઇડ કરતા કુલ 8 ઇસમો જુગાર રમતા હોય જે પૈકી પાંચ ઇસમો નાસીભાગી ગયેલ હોય તેમજ ત્રણ ઇસમો સ્થળ ઉપર પકડાઇ જતા જેઓની પાસેથી ગજીપતાના પાના તથા રોકડ 4.45.લાખના મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

જુગાર ધામમમાંથી પોલીસે રફાળેશ્વરના બાબુભાઇ માધાભાઇ ભરવાડ વિજાપુરના ખોડાભાઇ વિઠ્ઠલભાઇ પટેલ નવા વઘાસિયાનાં પ્રતિકસિંહ ઉર્ફે પિન્ટુ જનકસિંહને દબોચી લેવામાં આવ્યા હતા જ્યારે જયતી રાધવભાઇ ચૌહાણ, સંજયભાઇ લીંબાભાઇ બાબુતર, મોમભાઇ નાથાભાઇ ડાભી ભરવાડ, નરેન્દ્રભાઇ ઉર્ફે હકો દિલાભાઇ અસ્વાર રાજપુત, રમેશભાઇ ઉર્ફે મગનભાઇ રૂપાભાઇ રંગપરા કોળી પોલીસને જોઈ નાસી છૂટ્યા હતા જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ કામગીરીમા ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલસીબી મોરબી તથા પો.સબ.ઇન્સ. એન.એચ.ચુડાસમા, કે.એચ.ભાચીયા તથા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!