AHAVADANG

આહવા તાલુકા પંચાયત દ્વારા 15માં નાણાપંચ અંતર્ગત ડસ્ટબીનનાં સાધન સામગ્રીમાં ભષ્ટાચારનો આક્ષેપ.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાની આહવા તાલુકા પંચાયત દ્વારા 15માં નાણાપંચ અંતર્ગત ડસ્ટબીનનાં સાધન સામગ્રીમાં ભ્રષ્ટાચાર આચાર્યો હોવાનાં આક્ષેપ સાથે ડાંગ કૉંગ્રેસનાં આગેવાને ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી તપાસની માંગણી કરી….

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાની આહવા તાલુકા પંચાયતમાં ભાજપાનું સુશાસન ચાલી રહ્યુ છે.તેવામાં એક તરફ ભાજપા પક્ષ વિકાસકીય કામોને લઈને સુશાસન દિવસની ઉજવણી કરી રહ્યુ છે.તો બીજી તરફ આહવા તાલુકા પંચાયતનાં ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓનાં ખાયકી નીતિનાં પાપે તાલુકા પંચાયતની વિકાસકીય યોજનાઓનો છેદ ઉડી જવા પામ્યો છે.ડાંગ જિલ્લાનાં કૉંગ્રેસનાં આગેવાન મનીષભાઈ મારકણાએ આજરોજ તાલુકા વિકાસ અધિકારી આહવાને લેખિતમાં અરજ ગુજારી જણાવ્યુ હતુ કે આહવા તાલુકામાં 15માં નાણાપંચમાં વર્ષ 2020-21તાલુકા કક્ષાની જોગવાઈ 20℅હેઠળ સમગ્ર આહવા તાલુકામાં સ્ટેન્ડવાળી ડસ્ટબિન ફિટ કરવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.અહી આ ડસ્ટબિન ફિટ કરવાની કામગીરી જે એજન્સીને સોંપવામાં આવેલ તે એજન્સી દ્વારા તાલુકા વિકાસ અધિકારીની સાંઠગાંઠમાં હલકીકક્ષાનાં ડસ્ટબિન ખરીદી કરી જમીનમાં ફિટ કરવાની જગ્યાએ જમીન પર થોડો ઘણો માલ મટીરીયલ પાથરી એમને એમ જ મૂકી દઈ ભ્રષ્ટાચારને અંજામ આપ્યો છે.વધુમાં આ ડસ્ટબિન હાલમાં કચરાની જેમ જ પડેલ હોય તેવી દેખાઈ રહી છે.આ કચરાપેટીમાં કચરો સંગ્રહ થવો જોઈએ પરંતુ તાલુકા પંચાયત દ્વારા અહી લાખોની ગ્રાન્ટનો કચરો કર્યો હોવાનું જણાઈ રહ્યુ છે.જેથી ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતમાં ડસ્ટબિન યોગ્ય રીતે ફિટ કરાવવામાં આવે તથા એજન્સીનાં તમામ બિલો અટકાવી તેને બ્લેકલીસ્ટમાં નાખી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.વધુમાં કૉંગ્રેસનાં આગેવાન દ્વારા જણાવ્યુ છે કે આહવા તાલુકા પંચાયત દ્વારા તુરંત જ આ ડસ્ટબિનને નવેસરથી યોગ્ય રીતે જમીનમાં ન ગોઠવે તો આ તમામ ડસ્ટબિનને ઊંચકી લાવી આપણી ઓફિસમાં મૂકવાની ચીમકી ઉચ્ચારી છે.ત્યારે આહવા તાલુકા પંચાયતનાં રીઢા બનેલ તાલુકા વિકાસ અધિકારી યગ્નેશ અડ ડસ્ટબિન બાબતે કાર્યવાહી કરશે કે પછી ડસ્ટબિન પણ કચરાની માફક સડી જઈ શુશાશન દિવસની ઉજવણી કરશે તે સમય જ બતાવશે.આ બાબતે ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતનાં તાલુકા વિકાસ અધિકારી યગ્નેશભાઈ અડનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરતા ભ્રષ્ટાચારમાં ગળાડૂબ આ મહાશય અધિકારીએ કોઈના પણ ફોન ઉપડવાની તસ્દી લીધી ન હતી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!