સાંસદ અને કાલોલ ધારાસભ્ય ના હસ્તે કરૂણેશ વિદ્યામંદિર સગનપુરા ખાતે પ્રાર્થના હોલનુ ભુમીપૂજન કરાયુ
તારીખ ૨૧/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગાંધીજીએ કહ્યું હતું કે,જેમ શરીરને માટે ભોજન અનિવાર્ય છે તેમ આત્માને માટે પ્રાર્થના અનિવાર્ય છે.શરીરને સ્વસ્થ રાખવા માટે સાત્વિક ખોરાકની જરૂર છે તેમ હદયને સ્વસ્થ રાખવા માટે શુધ્ધ મનથી કરવામાં આવેલી પ્રાર્થનાની જરૂર છે. શાળામાં બાળકોને માં સરસ્વતીની પ્રાર્થના કરવી અનિવાર્ય છે. કરૂણેશ વિદ્યામંદિર સગનપુરાની તા કાલોલ ની શાળાના વિદ્યાર્થીઓને પ્રાર્થના માટે પ્રાર્થનાખંડની જરૂરીયાત હતી. કરૂણેશ વિદ્યામંદિર , સગનપુરા શાળામાં પ્રાર્થનાખંડનો અભાવ હતો. બાળકોની આ અધુરપને પુરી કરવા પંચમહાલના સાંસદ રાજપાલસિહ જાદવ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના વરદ હસ્તે આજ રોજ કરૂણેશ વિદ્યામંદિર , સગનપુરા ખાતે પ્રાર્થના હોલનુ ભુમીપૂજન કરવામા આવ્યુ. શાળાના ભૂતપૂર્વ આચાર્ય પાઠક ના માર્ગદર્શન તેમજ પ્રકાંડ ભુદેવ દ્રારા સમ્પૂર્ણ શાસ્ત્રોક્ત વિધી વિધાન દ્રારા આ ભૂમિપૂજનનો પ્રસંગ દિપાવવામા આવ્યો હતો.આ પાવન પ્રસંગે શાળાના પ્રગતિ કેળવણી મંડળ સગનપુરા દ્રારા રાજપાલસિંહ જાદવ અને ફતેસિંહ ચૌહાણ બન્ને મહાનુભાવોનુ હાર અને શાલ ઓઢાળીને સન્માન કરવામા આવ્યુ હતુ. બન્ને મહાનુભાવોના સાથ અને સહકાર દ્રારા કરૂણેશ વિદ્યામંદિર સગનપુરા શાળામાં એક વિશાળ આધુનિક પ્રાર્થનાખંડનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે બન્ને મહાનુભાવોએ શાળા પરીવારને અને તમામ વિદ્યાર્થીઓને જીવનમા ધર્મનુ આચરણ કરીને પોતાના જીવનને પ્રગતિ અને વિકાસના પંથે લઈ જવાનુ આહવાન કર્યુ હતુ. આ પાવન પ્રસંગને દિપાવવા માટે તાલુકા પ્રમુખ,જિલ્લા પ્રમુખ, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતના સક્રિય સભ્યો તેમજ સગનપુરા,અલાલી,બેઢીયા તથા આજુબાજુના ગામના આગેવાનો હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય અલ્પેશભાઇ સુથારે આ પાવનપ્રંસગે પોતાના આશિર્વાદ આપવા હાજર રહેલા સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.