ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : મોડાસા લિઓ પોલીસ ચોકી નજીક પોલીસકર્મીઓ પર કાર ચઢાવવાનો પ્રયત્ન કરી ફરાર શાહરુખ શેખ સામે ફરિયાદ નોંધાતા ભૂગર્ભમાં

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસા લિઓ પોલીસ ચોકી નજીક પોલીસકર્મીઓ પર કાર ચઢાવવાનો પ્રયત્ન કરી ફરાર શાહરુખ શેખ સામે ફરિયાદ નોંધાતા ભૂગર્ભમાં

*પૂર્વ બાતમીદાર શાહરૂખે ઉચ્ચ અધિકારીઓ સાથે સબંધ ધરાવતો હોવાનું કહી પોલીસકર્મીઓને બદલી કરાવી દેવાની ધમકી આપી*

*પોલીસતંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મીઓએ દૂધ પીવડાવી મોટો કરેલ શાહરુખ શેખનો પોલીસકર્મીઓને ડંખ મારવાનો પ્રયત્ન કર્યો*

*શાહરુખ શેખ પોલીસ અધિકારીનો વ્હેમ મારતો હોય તેમ ખાખી પેન્ટ અને લાલ બૂટ પહેરી કારમાં પોલીસનો ડંડો રાખી દમ મારવા લાગ્યો*

મોડાસા શહેરની લિઓ પોલીસ ચોકી નજીક શનિવારે રાત્રીના સુમારે સ્વીફ્ટ કારમાં પહોંચેલો શાહરુખ શેખ નામનો શખ્સ અગમ્ય કારણોસર કેટલાક લોકોને બિભસ્ત ગાળો બોલી હંગામો કરતા લિઓ પોલીસ ચોકી પર ફરજ બજાવતા કર્મીઓ સ્થળ પર જતા શાહરુખ પોલીસકર્મીઓને બેફામ ગાળો બોલી કાર લઈ ફરાર થવાનો પ્રયત્ન કરતા પોલીસે અટકાવવા જતા કાર રીવર્સમાં લઇ પોલીસકર્મીઓ પર ચઢાવી કચડવાનો પ્રયાસ કરતા ભારે નાસભાગ મચી હતી પોલીસે બે પીસીઆર વાન સાથે કારનો પીછો કરતા ફિલ્મી સ્ટાઇલમાં ફૂલ સ્પીડે કાર હંકારી ફરાર થઇ ગયો હતો પોલીસકર્મીઓને જાનથી મારી નાખવાની ધમકી આપતા લિઓ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ શાહરૂખ શેખ સામે ફરિયાદ નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

મોડાસા લિઓ પોલીસ ચોકી નજીક ભારત ટી સ્ટોલ પાસે શનિવારે રાત્રીના સુમારે શાહરુખ શેખ નામનો શખ્સ કાર લઇ પહોંચ્યો હતો અને કેટલાક લોકો સાથે ઝગડો કરી તમાશો કરતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા લિઓ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા આશીર્વાદ ભાઈ નામના પોલીસકર્મી અન્ય પોલીસ સાથે સ્થળ પર પહોંચી શાહરુખ શેખ પોલીસકર્મીઓને જોઈ ઉશ્કેરાઈ મને ઓળખાતા નહીં હોય પોલીસ અધિકારીઓ સાથે મારે ખાસ સબંધ હોવાથી બદલી કરાવી દઈશ કહી બિભસ્ત ગાળો બોલી જતા જતા જાન થી મારી નાખવાની ધમકી આપી સ્વીફ્ટ કાર ભયજનક રીતે હંકારી ફરાર થઇ જતા પોલીસ કર્મીઓએ બે પીસીઆર વાન સાથે પીછો કરવા છતાં હાથ લાગ્યો ન હતો સ્થળ પર ઉમટેલા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આશીર્વાદ ભાઈ નાથુભાઈ ખોખરીયાએ મોડાસાના શાહરુખ શેખ નામના આરોપી સામે ઇપીકો કલમ-353,504,506(2),279 તથા જીપીએકટ કલમ-135 હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!