NANDODNARMADATILAKWADA

તિલકવાડા તાલુકાના વાડીયા કાલાઘોડા પ્રાથમિક શાળાના બાળકોને કૃમિની દવા ખવડાવતા ૧૦ થી વધુ બાળકોની તબિયત લથડી

તિલકવાડા તાલુકાના વાડીયા કાલાઘોડા પ્રાથમિક શાળાના બાળકોને કૃમિની દવા ખવડાવતા ૧૦ થી વધુ બાળકોની તબિયત લથડી

 

તમામ બાળકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા

 

ધટનાની જાણ થતાં બાળકોના વાલીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા બાળકોને ખબર પૂછતા ફરજપરના ડોક્ટરે પોલીસ બોલાવી જેલમાં પુરાવી દેવા ધમકી આપતા વાલીઓ માં રોષ

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

વિશ્વકૃમિ દિવસ અંતર્ગત તિલકવાડા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં આરોગ્ય કર્મીઓ દ્વારા બાળકોને કૃમિની દવા ખવડાવવામાં આવી હતી ત્યારે વાડિયા કાલાઘોડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કૃમિની દવા ખવડાવતા ૧૦ થી વધુ બાળકોની તબિયત લથડી હતી ઘટનાને પગલે શાળાના શિક્ષકોએ બાળકોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા જોકે તમામ બાળકો હાલ સ્વસ્થ છે

 

જોકે ધટનાની જાણ થતાં બાળકોના વાલીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા તેઓએ પોતાના બાળકોને ખબર અંતર પૂછતા ફરજપરના ડોક્ટરે પોલીસ બોલાવી જેલમાં પુરાવી દેવા ધમકી આપી હોવાની વાલીઓ ફરિયાદ કરી રહ્યા છે ત્યારે ફરજ પરના ડૉક્ટરોના આવા વલણથી વાલીઓ માં રોષ જોવા મળી રહ્યો છે

 

મિતેષ ભાઈ કંચન ભાઈ જણાવે છે કે અમારા બાળકોની તબિયત બગડી હોવાનું જાણ થતાં અમે સરકારી હોસ્પિટલમાં પોહચ્યા હતા સ્વાભાવિક રીતે દરેક માબાપને પોતાના સંતાનની ચિંતા થાય ત્યારે વાલીઓને પૂછ્યા વિના કેમ દવા ખવડાવવામાં આવી તેવો પ્રશ્ન કરતા આરોગ્ય કેન્દ્રના અધિકારી ડોક્ટર દ્વારા પોલીસને બોલાવી તમામને જેલમાં નાખી દઈશ તેવી ધમકી આપી ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હોવાનો તેઓએ આક્ષેપ કર્યો છે જેના પગલે બાળકોના વાલીઓ સહિત ગ્રામજનો માં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે બાળકો ના વાલીઓ અને હોસ્પિટલ ના ડોકટરો વચ્ચે ચકમક ના દ્રશ્યો પણ સર્જાયા હતા ઉપરાંત વાલીઓ જણાવે છે કે બાળક ભૂખ્યું હોય કંઈ ખાધું ન હોય અને 400 mg ની ગોળી આપે બાળકને કંઈ થઈ જાય તો જવાબદાર કોણ જેવા આક્ષેપ કર્યા હતા ત્યારે આવા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં જેથી તાલુકાના બીજા લોકો સાથે આવું વર્તન ન કરવામાં આવે તેવી બાળકોના વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી

 

જો વાલીઓ ના આક્ષેપ સાચા છે તો જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી યોગ્ય તપાસ કરી કડક પગલાં લે તે જરૂરી બન્યું છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!