આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મધવાસ ખાતે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી

0
27
વાત્સલ્યમ્ સમાચાર

આસીફ શેખ લુણાવાડા

આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મધવાસ ખાતે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત એક વર્ષથી 19 વર્ષના બાળકોને કૃમિનાશક આલ્બન્ડાજોલ ની ગોળી નું વિતરણ કરવામાં આવ્યું

IMG 20230914 WA0018 1 IMG 20230914 WA0019 1 IMG 20230914 WA0017

આલ્બન્ડાજોલ ગોળી કૃમિનાશક ગોળી તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હોય દર છ માસે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસનું આયોજન કરવામાં આવે છે જેમાં આંગણવાડી તેમજ શાળામાં ભણતા એક વર્ષથી 19 વર્ષના બાળકોને આલબેન્ડાજોલની ગોળી આપી અને રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે કૃમિના ઉપદ્રવથી બચવા માટે હંમેશા સાબુ અને પાણીથી હાથ ધોયા બાદ જ જમવાનું જમવું જોઈએ સોચ ક્રિયા કર્યા બાદ પણ સાબુ અને પાણીથી હાથ ધોવા જોઈએ તેમજ જમવાનું બનાવતા પહેલા સાબુ અને પાણીથી હાથ ધોવા જોઈએ તેમજ બાળકોને ખુલ્લા પગે ધૂળમાં ન રમવા અંગેની પણ સલાહ આપવામાં આવે છે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણીના ભાગરૂપે આજે મધવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિવિધ પેટા કેન્દ્ર વિસ્તારમાં આવેલી આંગણવાડી કેન્દ્ર કે જેમાં એક વર્ષથી બે વર્ષ ના બાળકો ને અડધી ગોળી તેમજ 2 વર્ષ થી 5 વર્ષ ના બાળકો ને આખી ગોળી તેમજ વિવિધ પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળાઓમાં છ વર્ષથી 19 વર્ષના બાળકોને આલ્બન્ડાજોલની એક ગોળી આપી અને કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી જેના ભાગરૂપે આજે મધવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ તબીબ ડોક્ટર કલ્પેશ સુથાર દ્વારા નવસર્જન હાઈસ્કૂલ મધવાસ ખાતે મુલાકાત લઈ તમામ શિક્ષક ગણ તેમ જ બાળકોને અલબન્ડા ઝોલ ગોળી અંગે જરૂરી માર્ગદર્શન આપી અને સ્વચ્છતા અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું

 

 

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here