KHERGAMNAVSARI

ખેરગામ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતીની ઉજવણી કરાઈ

 

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ

સર્વોચ્ચ બંધારણ આપનાર, બંધારણના ઘડવૈયા, શોષિતો-પીડિતો અને મહિલાઓના તારણહાર એવા મહામાનવ, ભારત રત્ન, વિશ્વવિભૂતિ ડૉ. ભીમરાવ આંબેડકરની 134મી જન્મ જયંતી 14 એપ્રિલ સોમવારે ખેરગામ ખાતે ભવ્ય રીતે ઉજવાઈ હતી.આ પ્રસંગે વહેલી સવારે ખેરગામના આંબેડકર સર્કલ ખાતે ધારાસભ્ય નરેશભાઈ પટેલની ઉપસ્થિતમાં ડૉ. આંબેડકરની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા અને પુષ્પાંજલિ અર્પિત કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી.ત્યાર બાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહી, ડૉ. આંબેડકરની પ્રતિમાને પુષ્પમાલા અર્પી શ્રદ્ધાંજલિ આપી અને 134મી જન્મ જયંતીની ઉજવણી કરી હતી

Back to top button
error: Content is protected !!