GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર સ્થિત લાલ દરવાજા પાસે છેલ્લા એક મહિનાથી પાણીના નિકાલ માટે નાખેલી પાઇપોથી સ્થાનિકો પરેશાન.

 

તારીખ ૨૬/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સ્થિત લાલ દરવાજા વડોદરા-ગોધરા હાઇવે રોડ પાસે છેલ્લા એક મહિનાથી પાણીના જવાના નિકાલ માટે જે પાઇપો નાખવામાં આવી છે તેનું હજુ સુધી રીપેરીંગ કામ થયું નથી જેના કારણે આજુબાજુના દુકાનવાળા અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આજે પાઇપલાઇન ખોદી નાખી છે તેની સામે બાજુ દવાખાનું અને લેબોરેટરી જેવી આવશ્યક સેવાઓ આવેલી છે જેના કારણે દર્દીઓને દવાખાને અવરજવર માટે ખૂબ જ મુશ્કેલી પડે છે જેના કારણે સિનિયર સિટીઝન લોકોને પણ ઊંચકીને લઈ જવા પડે છે મેઈન જવાના રસ્તા વચ્ચે જ આ પાઇપલાઇન છેલ્લા એક મહિનાથી પડી છે પણ તેનું રીપેરીંગ કામ નગરપાલિકા દ્વારા કરવામાં આવતું નથી આજુબાજુના રહીશો અને દર્દીઓની ઉગ્ર માંગ છે કે આ આ પાઇપ લાઇન રીપેરીંગ કામ સત્વરે કરવામાં આવે અને નગરપાલિકા આ ઘોર નિંદ્રામાંથી જાગે તેવી નગરજનોની માંગણી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!