ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ / કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ અપાશે

આણંદ જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ / કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ અપાશે

તાહિર મેમણ : આણંદ – 23/03/2024- લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આણંદ જિલ્લામાં આગામી ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. લોકસભાની આ ચૂંટણી અન્વયે વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે.

આ ઉપરાંત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી કરવા માટે પોલિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, પ્રિસાઇડિંગ ઓફિસર, મહિલા પોલિંગ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે.

આણંદ જિલ્લામાં આરંભાયેલી આ તાલીમ સંદર્ભે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિતાબેન લાછુનના જણાવ્યા પ્રમાણે ૧૧૨- આણંદ વિધાનસભા મતદાર વિભાગની તાલીમ ડી. એન. હાઇસ્કુલ ખાતે, ૧૧૩- પેટલાદ વિધાનસભા મત વિસ્તારની તાલીમ ન્યુ એજ્યુકેશન હાઇસ્કુલ, પેટલાદ ખાતે, ૧૦૯- બોરસદ વિધાનસભા મતવિસ્તારની તાલીમ ધી એક્સેલેન્ટ ઇંગ્લીશ સ્કૂલ, વહેરા ખાતે, ૧૧૧- ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની તાલીમ ડી.એમ.પટેલ આર્ટ્સ એન્ડ એસ. એસ.પટેલ કોમર્સ કોલેજ, ઉમરેઠ ખાતે, ૧૦૮- ખંભાત વિધાનસભા મત વિસ્તારની તાલીમ મેતપુર પ્રાથમિક શાળા હોલ, મેતપુર, તા. ખંભાત ખાતે અને ૧૧૪- સોજીત્રા વિધાનસભા મત વિસ્તારની તાલીમ એમ.એમ. હાઇસ્કુલ, સોજીત્રા ખાતે પ્રથમ બેચની સવારે ૮-૦૦ થી ૧૧-૦૦ કલાક અને ૧૧-૦૦ થી બપોરના ૧૩-૦૦ કલાક દરમિયાન જયારે બપોર બાદ ૧૪-૦૦ થી ૧૬-૦૦ કલાક અને ૧૬-૦૦ થી ૧૮-૦૦ કલાક દરમિયાન બીજી બેચને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!