ગણતંત્ર દિન નિમિત્તે કંડાચ શાળા ના આચાર્ય ને પ્રતિભાશાળી શિક્ષક નો એવોર્ડ અર્પણ કરાયો.
તારીખ ૨૬/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
26 જાન્યુઆરી ગણતંત્ર દિન નિમિત્તે કંડાચ પંચાયત કચેરી ખાતે શાળા પરિવાર તેમજ ગામની સરકારી સંસ્થા ના અધિકારીઓ તેમજ ગામના મોટી સંખ્યા માં ઉપસ્થિત ગ્રામજનો અને સરપંચ પ્રમોદસિંહ ગોહિલ તથા સી.આર.સી કો.ઑ.રિતેશભાઈ પટેલ અને શૈક્ષિક મહાસંઘ કાલોલ ના અધ્યક્ષ વિનોદકુમાર અમીન ની ઉપસ્થિતિ માં ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી કરવામાં આવી.દીકરી ની સલામ, દેશ ને પ્રણામ અંતર્ગત કંડાચ ગામની ભણેલી દીકરી ગોહિલ ભગવતીબેન ના વરદ્ હસ્તે ધ્વજ વંદન કરાવવામાં આવ્યું.ગામમાં ચાલુ વર્ષમાં જન્મેલ દીકરીઓ ની માતાઓ નું સન્માન કરવામાં આવ્યું તેમજ દેલોલ ક્લસ્ટર માંથી કંડાચ શાળા માં ફરજ બજાવતા આચાર્ય બેન ચડી રસિદાબેન ને પ્રતિભાશાળી શિક્ષક નો એવોર્ડ સી.આર.સી કો.ઓ તેમજ સરપંચ ના હસ્તે અર્પણ કરવામાં આવ્યો.કાર્યક્રમ દરમ્યાન ભારતમાતા નું પૂજન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું.તમામ કાર્યક્રમ નું સંચાલન શાળા ના આ.શિ વિનોદકુમાર દ્વારા કરવામાં આવ્યું.