GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના મલાવ ગામની પંચાયત સમરસ જાહેર થતાં સાંસદ અને ધારાસભ્ય સહિત અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી.

 

તારીખ ૧૧/૦૬/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

સમગ્ર ગુજરાતમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે કાલોલ તાલુકાના મલાવ ગામની ગ્રામ પંચાયત ના ૧૦ સભ્યો સહિત સરપંચ પદના ઉમેદવાર જીગરકુમાર જીતુભાઈ પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને ગ્રામજનો ની લાગણી અને સરપંચ પદના ઉમેદવાર જીગરકુમાર જીતુભાઈ પટેલ ના કુટુંબની મલાવ ખાતેની સેવાકીય પ્રવૃત્તિઓ ને ધ્યાને લઈને તેઓ સહિત અન્ય દસ સભ્યો સર્વાનુમતે સરપંચ તરીકે બિન હરીફ ચૂંટાયેલા જાહેર થતાં પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તેમજ માજી ધારાસભ્ય સુમનબેન ચૌહાણ સહિત અગ્રણીઓ દ્વારા જીગરભાઈ ને શુભેચ્છાઓ પાઠવામા આવી હતી જે સમરસ ની સતાવાર જાહેરાત ગતરોજ ૧૦ જૂન ના રોજકરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છેકે કાલોલ નગર પાલિકાની ચૂંટણીમાં સ્થાનિક કરતા તાલુકા કક્ષાની નેતાગીરીએ મહત્વપૂર્ણ ભાગ ભજવી કેટલીક બેઠકો બિનહરીફ કરી હતી અને એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે પાલિકામાં ભાજપની બહુમતીમાં પણ તાલુકાની બાહોશ નેતાગીરીએ અહમ ભાગ ભજવ્યો હતો.તો 26 માંથી માત્ર 1 જ પંચાયત કેમ બિનહરીફ?અહીં ગ્રામ્ય વિસ્તારોમાં આ નેતાગીરીનું ચાલ્યું?પછી દાવાઓ કરવામાં આવશે કે જીતેલા તમામ ઉમેદવારો ભાજપા પ્રેરિત તો હારેલા કોના?

Back to top button
error: Content is protected !!