કાલોલમાં વહુ અને સસરા નાં ઝધડા નું સુખદ સમાધાન કરાવતી 181 અભયમ ટીમ હાલોલ.
તારીખ ૨૯/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના એક ગામમાં થી એક મહિલાનો કૉલ આવેલ અને જણાવેલ કે મારા સસરા મને મારપીટ કરે અને વ્યસન કરી નશા માં ઘમકી આપે છે ઘરમાં રહેવા દેતા નથી તેમ.તેથી ૧૮૧ અભયમ ટીમ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી ત્યારે પીડિત મહિલાએ પોતાની આપવીતી જણાવેલ કે મારા ત્રણ સંતાનો છે અને પતિ ટ્રક ચલાવે છે તે અઠવાડિયે ધરે આવે છે સાસુજી નું એક મહિના પહેલા મૃત્યું થયું છે ત્યારે સસરા વ્યસન કરી ઝઘડો કરે મહિલા પર શંકાઓ કરે અને ધમકી આપી રોજ હેરાન કરે તેમજ તેના સામે વસ્ત્રો કાઢી ઊભા રહે છે તેથી તેમણે ૧૮૧ ની મદદ લીધી હતી.ત્યારબાદ ૧૮૧ અભયમ્ ટીમ નાં કાઉન્સેલરે ઘરમાં ઘરમાં ઝઘડા નહિ કરવા સાસુંના મૃત્યું બાદ વહુને હેરાન નય કરાય એને ત્રણ સંતાનો છે સંપીને રહેવા અને સસરા નું અસરકારક કાઉન્સેલિંગ કરી સમજાવેલ.કાયદાકીય સમજણ આપી હતી.ત્યાર બાદ તેમના સસરા એ પોતાની ભૂલ સ્વીકારી અને માંફી માંગી હતી. પિડિત મહિલાને કોઈપણ પ્રકારની હેરાનગતી નય કરે તેની લેખિત બાહેધરી આપતા બંન્નેનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું.