પર પ્રાંતિય મહિલાની મદદે અભયમ પાદરા

તારીખ ૦૮/૦૨/૨૦૨૫

વડોદરા જીલ્લા ના કરજણ તાલુકાના નજીક ના વિસ્તારમાંથી એક જાગૃત વ્યકિત દ્રારા 181 અભયમ મહિલાહેલ્પ લાઈન પર કોલ આવતા જણાવેલ કે નેશનલ હાઇવે પર શિવ લહેરી હોટલ છે ત્યાં એક મહિલા મળી આવેલ છે પ્રેગનેટ છે જેમા અભયમ પાદરા ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી મહિલા જોડે વાતચીત કરતા તે બિહારની છે તેમના પતિ જોડે દિલ્હી રહે છે તેમના પતિ ડ્રાઇવરની નોકરી કરે છે અને તેમની બે દીકરીઓ છે અને મહિલા હાલ પ્રેગનેટ 6 મહિનાની પ્રેગનેટ છે જેમાં તેમના પતિ મહિલા જોડે રોજ મારપીટ કરે છે અને ઘરમાં અનાજ કરિયાણું પૂરું પાડતા નથી અને અવારનવાર ઘરમાં ઝઘડા કરે છે તેમજ મહિલાના પતિ ના ભાભી જોડે પ્રેમ સંબંધ છે જેથી જ્યારે પણ મહિલા તેમને સમજાવે ત્યારે મારપીટ કરે છે જેના કારણે મહિલા દિલ્હી થી રેલવેમાં બેસી ગઈ અને સુરત આવી ત્યાંથી પછી ટ્રાવેલ્સમાં બેસી ગઈ અને તેમની જોડે ભાડું ના હોવાથી તેમને હાઇવે પર ઉતારી દીધી અને મહિલા હોટલના ત્યાં ગઈ કામ શોધવા માટે ગઈ કામ કાજ ના મળતા હોવા ના કારણે પીડીત મહિલા હોટલ મા જ રોકાઈ અને હોટલ ના જાગૃત વ્યકિત 181ની ટીમ ને જાણ કરી 181 ઘટના સ્થળપર પહોંચી કાઉન્સલિંગ કરતા દરમિયાન જણાવેલુ જે તે નજીક ના વિસ્તાર ના પોલીસ સ્ટેશન માં આશ્રય અપાયેલ







