ધોલકા ખાતે સૈયદ રફીયુદ્દીન હુસેની સાહેબને હજની મુબારક પાઠવવા સુરતના ધર્મગુરુ હઝરત સૈયદ હુસેન સાહેબ ની રૂબરૂ મુલાકાત.

તારીખ ૨૬/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ જીઆઇડીસી અને કાતોલ ખાતે આ બન્ને વિસ્તારમાં જે તે સમયે કાર્યરત કાંકરીયા કેમીકલ અને કાંકરિયા પેપર મીલમાં અંદાજીત વીસ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક,વફાદારી સાથે સાચા દિલથી.મેનેજર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થઈ કાલોલ રીફાઇ ગાદીમાં દસ વર્ષ સુધી ખીલાફા તરીકે સેવા બજાવનાર સૈયદ રફીયુદ્દીન હુસેની સાહેબ ઉર્ફે બાબજી સાથે સૈયદ રીયાઝુદ્દીન હુસેની ને હજની મુબારક પાઠવવા માટે ધોલકા ખાતે સુરત મોટી ગાદીના ધર્મગુરુ હઝરત સૈયદ વજીઉદ્દીન ઉર્ફે હુસેન સાહેબે રૂબરૂ મુલાકાત લીધી હતી.
હઝરત સૈયદ હુસેન સાહેબ ધોલકા સ્થિત સૈયદ રફીયુદ્દીન હુસેની સાહેબના નિવાસસ્થાને પધાર્યા હતા અને તેમને હજ યાત્રા નિમિત્તે શુભેચ્છાઓ અને મુબારકબાદી પાઠવી હતી. આ પ્રસંગે બંને મહાનુભાવો વચ્ચે ધાર્મિક અને સામાજિક બાબતો અંગે સ્નેહભરી ચર્ચા પણ થઈ હતી.સૈયદ રફીયુદ્દીન હુસેની સાહેબ ટૂંક સમયમાં પવિત્ર હજ યાત્રા માટે પ્રસ્થાન કરનાર છે. સુરત મોટી ગાદીના ધર્મગુરુની આ રૂબરૂ મુલાકાતને લઈને સમાજમાં આનંદની લાગણી પ્રસરી હતી.જ્યાં સ્થાનિક આગેવાનો અને અનુયાયીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.








