KALOL(Panchamahal)PANCHMAHAL

મીરાપુરી ગામે બાઇક ચાલકને આઇસર ચાલકે ટક્કર મારી ઈજાઓ પહોંચાડી વાહન મૂકીને નાસી જતા નોંધાઈ પોલીસ ફરિયાદ

તારીખ ૧૮/૦૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

મીરાપુરી ગામે રહેતા સુરેશભાઈ તખતસિંહ પટેલિયા દ્વારા નોંધાવેલી ફરિયાદને વિગતો જોતા તેઓનો ભત્રીજો દિલીપભાઈ મનુભાઈ પટેલિયા શાકભાજી લેવા જવા માટે મોટરસાયકલ માંગતા તેઓએ મોટરસાયકલ આપી હતી અને તેઓનો ભત્રીજો શાકભાજી લઈને ઘરે પરત આવતો હતો ત્યારે રસ્તામાં રમણભાઈ ના ઘર પાસે ડીજે ભરેલ આઇસર ચાલકે પોતાનું વહન પૂરઝડપે ગફલતભરી રીતે હંકારીને દિલીપની મોટરસાયકલને સામેથી ટક્કર મારતા તે રોડ પર પડી ગયો હતો જેને માથામાં ઇજા થવાથી લોહી નીકળ્યું હતું અને બંને હાથે ઈજાઓ પહોંચી હતી અકસ્માત બાદ આઇસર ચાલક પોતાનું વાહન મૂકીને નાસી ગયો હતો ઈજાગ્રસ્ત ને સૌપ્રથમ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા જે અંગેની ફરિયાદ વેજલપુર પોલીસ મા નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.

Back to top button
error: Content is protected !!