KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના સણસોલી ગામમાં વારંવાર જતી-આવતી લાઇટથી લોકો ત્રસ્ત, રજૂઆતો છતાં તંત્ર બેદરકાર.

 

તારીખ ૦૪/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છાસવારે ચાર છાંટા વરસાદના પડે એટલે લાઈટ ડૂલ થઈ જાય છે આ બાબતે વારંવાર રજુઆત કરવામાં આવી છે છતાં કોઈ નિરાકરણ આવ્યુ નથી બીસ દિવસ પહેલા કંપલેન કરી હતી જે (કંપલેન નંબર 1680) અને ગત રાત્રિએ પણ ગામના જાગૃત નાગરિક દ્વારા કંપલેન કરી તેનો નંબર 506 છે પરંતુ ત્યાં કોઈ જવાબદાર વ્યક્તી કે કર્મચારી કંપલેન સોલ કરવા સણસોલી ગામના હનુમાનજી મંદિર પાસેના રોડની બાજુમાં આવ્યા નથી જ્યાં વ્યક્તિ ગત ફોન કરવામાં આવે તો તમારી કંપલેન નોંધાઈ ગઈ છે આવો પ્રત્યુતર મળે છે પરંતુ સ્થળ પર પહોંચી ને વીસેક દિવસ થયાં હોવા છતાં લાઇટ બંધ-ચાલુ થયા કરે છે અને હજું વિજ કર્મચારીઓ ગામમાં વિજ પુરવઠો મરામત માટે કોઈ ઠેકાણું નથી હજુ તો ચોમાસા ની સીઝન શરૂ થઈ છે તો ચોમાસા દરમિયાન શું પરિસ્થિતિ થશે એવી ગ્રામજનોએ ભિતી સેવી છે આ બાબતે કાલોલ MGVCL ના કર્મચારીઓ વહેલી તકે વારંવાર જે જગ્યાએ ફોલ્ટ થાય છે તેનું નિરાકરણ કરી કાયમી પ્રશ્ન દૂર કરે એવી સણસોલી ગામના જાગૃત ગીરવતસિહ રાઠોડે માંગ કરી છે. વધુમાં કાલોલ એમજીવીસીએલ કચેરી ખાતે રાત્રી દરમિયાન પૂરતો સ્ટાફ મૂકે અને કચેરીમાં સ્ટાફ હાજર રહે અને ગ્રાહકોના ફોન ઉપાડે.તેવી વ્યવસ્થા કરાવવા માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!