કાલોલની ખ્યાતનામ કંપની સામે નાયબ કલેક્ટર કચેરીમાં જમીન પચાવી પાડવાનો આરોપ લગાવી રજૂઆત કરાઈ
તારીખ ૨૮/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ હાલોલ હાઈવે ઉપર આવેલી ઓટોમોબાઇલ ક્ષેત્રે ઊંચુ સ્થાન ધરાવતી સેટકો ઓટોમોટિવ કંપની સામે કાલોલ તાલુકાના કાતોલ ગામના વિજયભાઈ છગનભાઈ વણકર દ્વારા પોતાની માલિકીની સર્વે નંબર ૩૫ જુનો સર્વે નંબર ૧૧ પૈકી ૨ પૈકી ૧ વાળી ખાતા નંબર ૭૪૧ વાળી જમીન હે. આરે.૦ -૧૩-૦૦ ની જમીન ઉપર ઘણા વર્ષોથી સેટકો ઓટોમોટિવ કંપની દ્વારા દબાણ કરી કબજો જમાવી લીધો છે જે બાબતે કંપની તથા તેના સંબંધિત વ્યવસ્થાપકો હરીશભાઈ શેઠ, ઉદિતભાઈ શેઠ ને લેખીત નોટીસ વિજયભાઈ દ્વારા તેઓના એડવોકેટ પરવેઝ એમ શેખ મારફતે આપી કબજો સોંપી દેવા જણાવ્યું હતુ. જે નોટિસનો કંપની દ્વારા કોઈ જવાબ આપ્યો નહોતો જે બાદ અરજદાર વિજયભાઈ વણકર દ્વારા તેઓના એડવોકેટ પરવેઝ એમ શેખ મારફતે નાયબ કલેક્ટર પ્રાંત અધિકારી ની કચેરીમાં જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ મુજબ અરજી દાખલ કરતા નાયબ કલેક્ટર કચેરી દ્વારા તા ૨૫/૦૩/૨૦૨૫ ના રોજ સુનાવણી રાખી કાલોલ મામલતદારને પુરતી તપાસ કરી મુદત અગાઉ અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે. આમ પ્રતિષ્ઠિત કંપની દ્વારા અરજદારની જમીન પચાવી પાડવા ની રજુઆત કરાતા ભારે ચકચાર મચી જવા પામી છે.