KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના વ્યાસડાથી વાંટા તરફ જતી વીજ લાઇનના થાંભલા અને DP પર ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય,અકસ્માતનો ભય.

તારીખ ૨૪/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વ્યાસડા ગામથી વાંટા ગામ તરફ જતી વીજ લાઇનના પોલ અને ડીપી પર ઝાડી-ઝાંખરા ઊગી નીકળતા અકસ્માત અને કરંટ લાગવાનો ભય ઉભો થયો છે.ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ અંગે વેજલપુર MGVCLને વારંવાર મોબાઈલ મારફતે ફરિયાદો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી યોગ્ય કામગીરી કરવામાં આવી નથી.વાંટા ગામમાં વીજળીનો પુરવઠો વારંવાર ફુલ ડીમ થતો હોવાની ફરિયાદો પણ MGVCLને કરવામાં આવી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.ગ્રામજનોની માંગ છે કે વ્યાસડાથી વાંટા તરફની વીજ લાઇન, પોલ અને ડીપી આસપાસની ઝાડી-ઝાંખરા તાત્કાલિક દૂર કરી જરૂરી સમારકામ કરવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.

Back to top button
error: Content is protected !!