હાલોલ-ઔધોગિક વિસ્તારમાં સાથરોટા રોડ પર પ્લાસ્ટિક કેરી બેગ ઉત્પાદન કરતા એકમ ઉપર ટાસ્ક ફોર્સ નો છાપો,65 લાખનો મુદામાલ જપ્ત
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૪.૭.૨૦૨૫
હાલોલ ઔધોગિક વિસ્તારમાં આવેલ સાથરોટા રોડ પર આવેલ પ્રતિબંધિત પ્લાસ્ટિક કેરી બેગ ઉત્પાદન કરતા ત્રણ યુનિટોમાં ગુરૂવારના રોજ સાંજના સમયે ટાસ્ક ફોર્સ દ્વારા છાપો મારતા પ્રતિબંધિત પ્લાસ્ટિક કેરી બેગ નો જથ્થો તેમજ પ્લાસ્ટિક દાણા એમ કુલ મળી ૬૫, લાખ રૂપિયા ના મુદ્દા માલ ઝડપી પાડી મુદ્દામાલ ને કંપનીમાં સીઝ કરી ત્રણેવ યુનિટોને તાત્કાલિક અસરથી સીલ મારી દેવામાં આવ્યા છે.ગુરૂવારના રોજ સાંજના સમયે હાલ હાલોલ પોલ્યુશન વિભાગ, પોલીસ વહીવટી તંત્ર હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી તેમજ તેઓએ ટીમ એટલે કે ટાસ્ક ફોર્સ દ્વારા જીઆઇડીસીના સાથરોટા રોડ પર આવેલ ત્રણ યુનિટોમાં છાપો મારતા આ યુનિટોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક કેરી બેગ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા એક યુનિટ ના કાર્ય ક્ષેત્રની અંદરથી જ ૫૦, ટન જેટલો પ્લાસ્ટિક દાણાનો જથ્થો પણ મળી આવતા ટાસ્ક ફોર્સ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો તેમજ દાણા એમ કુલ મળ્યું ૬૫, લાખ રૂપિયા નો મુદ્દા માલ જપ્ત કરી ત્રણેય યુનિટોમાં આ મુદ્દા માલ સીઝ કરીને ત્રણેવ યુનિટો ને સીલ મારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.જોકે મળતી માહિતી મુજબ ટાસ્ક ફોર્સ ની કામગીરીની જાણ અન્ય યુનિટો ના માલિકોને થતાં તેઓ પોતાના યુનિટોની લાઈટો બંધ કરી સલામત રીતે પોતાના ઘર તરફ રવાના થઈ ગયા હોવાની ચર્ચાઓ ઓ સાંભળવા મળતી હતી.