PATANPATAN CITY / TALUKOSIDHPUR

આદિવાસી ભીલ સમાજ દ્વારા કલેકટર કચેરી માં આવેદન આપવામાં આવ્યું 

પાટણ આદિવાસી ભીલ સમાજ દ્વારા કલેકટર કચેરી માં આવેદન આપવામાં આવ્યું

 

ભારતના મણિપુર રાજ્યમાં નામદાર હાઈકોર્ટેની સતામા આવતું નથી આમછતાં મેઈતી સમાજના બિન આદિવાસીઓને આદિવાસી તરીકે ના લાભ આપવા જે ચુકાદો આપવામાં આવ્યો છે તે ગેરબંધારણીય હોઇ કૂકીઝ આદિવાસી સમાજે વિરોધ કરી મહારેલી કાઢી હતી.આ રેલીનો વિરોધ કરી મેઈતી સમાજ અને અન્ય સમાજ અને રાજકીય કોમવાદી તત્વો/ ઈસમોએ હિંસા નો આશરો લઈ આદિવાસીઓ પર હુમલા કરી હત્યાઓ કરવામાં આવી રહી છે, મકાનો સળગાવવામાં આવ્યા છે, આદિવાસી બહેન બેટી ઓને ખુલ્લેઆમ નિવસ્ત્ર કરીને નગ્ન કરી પરેડ કરાવી બલાત્કાર કરી હત્યાઓ કરવામાં આવી રહી છે તેવુ શોશિયલ મિડિયા અને દૈનિક સમાચારપત્રો દ્વારા પ્રકાશિત થયું છે આ ઘટના ઓ ૩જી મે થી ચાલી રહી છે આમ છતાં મણિપુર રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર રાજ્યના કુકી સમાજ ને રક્ષણ પુરું પાડવામાં કે આ હત્યચારો થઈ રહ્યા છે તે અને મણીપુર આખું સળગી રહ્યું છે તેનું રક્ષણ કરવામાં નિષ્ફળ નીવડી જણાય છે તે શરમજનક છે. મણિપુરમાં જલ્દીથી શાંતી સ્થપાય અને સ્થળાંતરિત થયેલ પરિવાર ના લોકો ને પુનઃ વસવાટ કરાવે અને રાષ્ટ્રપતિ શાશન લાદવામાં આવે, આ બનાવોના દરમ્યાનમાં ફરજ બજાવતા રાજ્ય સરકાર ની પોલીસ તથા કેન્દ્ર સરકાર ની પોલીસ ( CRP) અને પેરા મિલિટરીની હાજરી બન્યા હોય તેમ જણાય છે તો જવાબદારોની સામે FIR દાખલ કરી સખ્ત સજા કરવા અને બલાત્કારી અને હત્યારાઓની સામે સખ્ત પગલાં લેવા અને આ અપરાધીઓ ને ફાંસી ની સજા કરવામાં આવે તેવી વિગેરે માંગણીઓ સાથે તા ૨૪મી જુલાઈ એ પાટણ આદિવાસી સમાજ દ્વારા અને વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા કલેકટર સાહેબ ને કલેકટર કચેરી પાટણ માં આવેદપત્ર આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા વિવિઘ સંગઢન ના હોદ્દેદાર અને આદિવાસી સમાજ ના આગેવાનો આક્રોશ સાથે હાજર રહ્યા હતા.

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, પાટણ

 

 

 

 

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!