DHRANGADHRAGUJARATSURENDRANAGAR

હળવદ ધાંગધ્રા ક્ષત્રિય સમાજ તેમજ કરણી સેના દ્વારા મહારેલી બાદ આવેદનપત્ર

હળવદ ધાંગધ્રા ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા એક દિવસના ઉપવાસ પણ કરવામાં આવશે.

તા.10/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

હળવદ ધાંગધ્રા ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા એક દિવસના ઉપવાસ પણ કરવામાં આવશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે અલગ અલગ ગામોમાં વિરોધ બેનર ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા લગાવવામાં આવ્યા છે ત્યારે હળવદ ધાંગધ્રા ક્ષત્રિય સમાજ મહારેલી યોજીને ધાંગધ્રા ડે. કલેક્ટરને વિરોધ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાને ઝાલાવાડ જિલ્લો તરીકે ઓળખવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે વિરોધના સુરુ ગુંજી ઉઠ્યા છે ત્યારે હળવદ ધાંગધ્રા રાજપૂત સમાજ દ્વારા ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો ત્યારે ગામ વિસ્તારની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારના અનેક ક્ષત્રિય રાજપૂતોનો ગામો ઝાલાવાડ એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે ત્યારે આ ગામોમાં પરસોતમ રૂપાલા તેમજ ભાજપના આગેવાનો તેમજ પ્રચારકોએ ગામમાં પ્રવેશ કરવા નહીં આવવુ આવા બેનર લાગી ચૂક્યા છે ત્યારે આજરોજ હળવદ ધાંગધ્રા ક્ષત્રિય સમાજ દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન બાદ ધાંગધ્રા ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ મહારેલીમાં ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા પણ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી ત્યારે બહેનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે અમે સમગ્ર હળવદ ધાંગધ્રા ક્ષત્રિય રાજપૂત સમાજના બહેનો એક દિવસના પ્રતિક ઉપવાસ કરીને અમે પરસોતમ રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે એક દિવસના ઉપવાસમાં અમારું યોગદાન આપીશું ધાંગધ્રા હળવદ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયભાઈ બહેનોએ ઉપસ્થિતિ જોતા જ મહારેલી યોજાઇ હતી માહારેલી માં ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ગુજરાત કરવી સેનાના મહામંત્રી હળવદ ધાંગધ્રા ફતે રાજપૂત સમાજના ઉપપ્રમુખ મહામંત્રી તેમજ હળવદ ધાંગધ્રા કરણી સેનાના પ્રમુખ સાથે વિવિધ સંસ્થાઓના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પરસોતમ રૂપાલાની ટિકિટ રદ થાય તેના વિરોધમાં આવેદન પત્ર આપવામાં જોડાયા હતા હળવદ ધાંગધ્રા ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા પણ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળતા જ બહેનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે આવનારી 14/04 ના રોજ રાજકોટ ખાતે મહાસંમેલનમાં બધા જ બહેનો ઉપસ્થિત રહેશે તેમ જ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ જે લડાઈ ચાલી રહી છે તેના ભાગીદાર બનશે બહેનો દ્વારા સરકારને વિનંતી કરવામાં આવી હતી કે પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને તેઓ દ્વારા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા કે મોદી તુજસે વેરની રૂપાળા તેરી ખેરની હળવદ ધાંગધ્રા ક્ષત્રિય રાજપુત સમાજ તેમજ કરની સેના દ્વારા મહારેલી યોજીને ડે. કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!